ક્રિકેટમાં નવા Test Twenty ફોર્મેટની તૈયારી, પૂર્વ ખેલાડીએ આપી મહિતી
- ક્રિકેટ જગતમાં નવું ફોર્મેટ ઉમેરાવવા જઇ રહ્યું છે
- આ ફોર્મેટ 19 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડી માટે હોવાનું જાણવા મળી રહ્યું છે
- વર્ષ 2026 માં નવું ફોર્મેટ અમલમાં આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે
Test Twenty Cricket Format : હાલના સમયમાં ક્રિકેટ ત્રણ મુખ્ય ફોર્મેટમાં (Cricket Format) રમાય છે: ટેસ્ટ, ODI અને T20. જ્યારે બીજી તરફ વિશ્વભરની લીગમાં,તે 10-ઓવરના ફોર્મેટમાં રમાય છે, અને ઇંગ્લેન્ડની લીગ, ધ હન્ડ્રેડમાં, તે 100-બોલની મેચ તરીકે પણ રમાય છે. હવે, ક્રિકેટની દુનિયામાં એક નવું ફોર્મેટ રજૂ થવા જઇ રહ્યું છે. અહેવાલો અનુસાર, ટેસ્ટ અને T20 ક્રિકેટને જોડતું ફોર્મેટ છે, જેને Test Twenty કહેવાય છે, તેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.
એબી ડી વિલિયર્સે વિડિયોમાં માહિતી આપી
પૂર્વ ક્રિકેટ દિગ્ગજ એબી ડી વિલિયર્સ, સર ક્લાઇવ લોયડ, મેથ્યુ હેડન અને હરભજન સિંહે આ નવા ફોર્મેટને ટેકો આપ્યો છે, અને તેને તેમની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ નવું ફોર્મેટ 2026 ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. ગૌરવ બહિરવાનીએ આ વિચાર રજૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે અનુભવી ખેલાડીઓને ભેગા કર્યા, અને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ ફોર્મેટ યુવા ખેલાડીઓ માટે એક નવી તક આપશે. એબી ડી વિલિયર્સે તેના એક્સ-વિડિયોમાં આ વિશે માહિતી આપી હતી.
'Test Twenty'ના નિયમો આ હોઇ શકે છે
આ નવા ફોર્મેટ Test Twenty ના નિયમો અંગે, શરૂઆતમાં તે વય દ્વારા પ્રતિબંધિત છે. આ ફોર્મેટ 13 થી 19 વર્ષની વયના યુવા ક્રિકેટરો માટે રજૂ કરવામાં આવશે. તેમાં ચાર ઇનિંગ્સ હશે, જેમાં પ્રત્યેક ઇનિંગ્સ 20 ઓવરની હશે. આ મેચ એક જ દિવસમાં રમાશે. તે લાલ બોલની ક્રિકેટ સિસ્ટમથી રમાશે, અને ટીમો સફેદ જર્સી પહેરશે. ભવિષ્યમાં અન્ય ઘણા નિયમો બદલાઈ શકે છે.
મેચ જીત, હાર, ટાઇ અથવા ડ્રોમાં સમાપ્ત થઈ શકે છે
આ મેચમાં, દરેક ટીમ પ્રતિ મેચ એક વખત ચાર ઓવરનો પાવરપ્લે કરી શકે છે. જો કોઈ ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 75 કે તેથી વધુ રનથી આગળ હોય, તો તે બીજી ટીમને ફોલોઓન કરવા માટે દબાણ કરી શકે છે. ટીમો આ મેચમાં વધુમાં વધુ પાંચ બોલરોનો ઉપયોગ કરી શકે છે. દરેક બોલર પ્રતિ મેચ વધુમાં વધુ આઠ ઓવર ફેંકી શકે છે. મેચ જીત, હાર, ટાઇ અથવા ડ્રોમાં સમાપ્ત થઈ શકે છે.
આ પણ વાંચો ----- સ્મૃતિ મંધાના અને અભિષેકએ રચ્યો ઈતિહાસ, જે પહેલા ક્યારે નથી થયુ તે કરીને બતાવ્યું