Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC World Cup : ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનથી ભારતીય બજારને બલ્લે..બલ્લે..!

ક્રિકેટ વર્લ્ડ કપથી ભારતીય અર્થતંત્રને બુસ્ટ ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનથી અબજોનો ફાયદો હોસ્પિટાલિટી, એવિએશન ઈન્ડસ્ટ્રીઝને લાભ મીડિયા, સોશિયલ મીડિયા રાઈટ્સથી ફાયદો તહેવાર અને વર્લ્ડ કપથી અર્થતંત્રને બમણો ફાયદો અર્થતંત્રના આ ક્વાર્ટરમાં મોટો સુધારો થશે એવિએશન ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજે 24 ટકા ઉછાળો...
icc world cup   ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનથી ભારતીય બજારને બલ્લે  બલ્લે
Advertisement

ક્રિકેટ વર્લ્ડ કપથી ભારતીય અર્થતંત્રને બુસ્ટ
ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનથી અબજોનો ફાયદો
હોસ્પિટાલિટી, એવિએશન ઈન્ડસ્ટ્રીઝને લાભ
મીડિયા, સોશિયલ મીડિયા રાઈટ્સથી ફાયદો
તહેવાર અને વર્લ્ડ કપથી અર્થતંત્રને બમણો ફાયદો
અર્થતંત્રના આ ક્વાર્ટરમાં મોટો સુધારો થશે
એવિએશન ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજે 24 ટકા ઉછાળો
હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં 33 ટકાનો ઉછાળો
રેલવે, રોડ ટ્રાન્સપોર્ટ સેવાને પણ પ્રત્યક્ષ ફાયદો
ફૂડ અને રેડીમેડમાં પણ વર્લ્ડ કપના કારણે અસર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે. મેચના કારણે તથા વર્લ્ડ કપના કારણે ભારતીય અર્થતંત્રને જબરદસ્ત ફાયદો થયો છે. ભારતીય અર્થતંત્રને વિવિધ સેક્ટરમાં અબજોનો ફાયદો થયો છે.

Advertisement

ભારતીય અર્થતંત્રને ફાયદો

Advertisement

આ વખતે આઇસીસી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ પણ યોજાવાની છે. એક મહિના સુધી વર્લ્ડ કપની મેચો દેશના વિવિધ શહેરોના મેદાનોમાં યોજાઇ હતી અને તેના કારણે ભારતીય અર્થતંત્રને ફાયદો થયો છે.

અનેક સેક્ટરને ફાયદો

નિષ્ણાતોના કહેવા મુજબ ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થયું તેના કારણે અનેક સેક્ટરને ફાયદો થયો છે. હોસ્પિટાલિટી, એવિએશન ઈન્ડસ્ટ્રીઝને ઘણો લાભ થયો છે કારણ કે વિદેશથી અનેક ક્રિકેટ રસીકો ભારત આવ્યા છે. આ ઉપરાંત દેશના ક્રિકેટ રસીકો પણ અન્ય શહેરોમાં મેચ નિહાળવા મોટી સંખ્યામાં ગયા હતા.

અર્થતંત્રના આ ક્વાર્ટરમાં મોટો સુધારો થશે

આ વખતે વર્લ્ડ કપ સમયે જ દિવાળીના તહેવારો આવ્યા હતા અને તેથી વિવિધ બજારોમાં પણ ભારે તેજી જોવા મળી હતી. જેના કારણે અર્થતંત્રના આ ક્વાર્ટરમાં મોટો સુધારો થશે. મીડિયા, સોશિયલ મીડિયા રાઈટ્સથી ફાયદો થયો છે તથા એવિએશન ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજે 24 ટકા ઉછાળો થયો છે.

ભારતીય બજારને ચાંદી

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં 33 ટકાનો ઉછાળો થયો છે અને રેલવે, રોડ ટ્રાન્સપોર્ટ સેવાને પણ પ્રત્યક્ષ રીતે ફાયદો થયો છે. આ સાથે ફૂડ અને રેડીમેડમાં પણ વર્લ્ડ કપના કારણે અસર થઇ છે. ટૂંકમાં વર્લ્ડ કપના આયોજનથી ખરા અર્થમાં ભારતીય બજારને ચાંદી થઇ ગઇ છે.

આ પણ વાંચો----WORLD CUP 2023 : આ ગ્રહો અપાવશે ભારતને…….! વાંચો અહેવાલ..

Tags :
Advertisement

.

×