Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM Yogi Adityanath સાથે કામ કરતા જોવા મળશે ક્રિકેટર Mohammed Shami!

CM યોગી સાથે ક્રિકેટ મોહમ્મદ શમી કામ કરતે જોવા મળશે મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી મોહમ્મદ શમીએ પોતાની ખુશી વ્યક્ત કરી Mohammed shami: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)સાથે આગામી પ્રોજેક્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી...
cm yogi adityanath સાથે કામ કરતા જોવા મળશે ક્રિકેટર mohammed shami
Advertisement
  • CM યોગી સાથે ક્રિકેટ મોહમ્મદ શમી કામ કરતે જોવા મળશે
  • મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
  • મોહમ્મદ શમીએ પોતાની ખુશી વ્યક્ત કરી

Mohammed shami: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)સાથે આગામી પ્રોજેક્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી (Mohammed shami)કામ કરતા જોવા મળશે. મોહમ્મદ શમીએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ઉત્તરપ્રદેશના વિકાસ કરવાના અભિયાનનો ભાગ બનીને તેઓ ખૂબ ઉત્સાહી છે. સમાજ વિકાસના કાર્યો અને પ્રગતિની ઇચ્છા જાહેર કરીને મોહમ્મદ શમીએ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

સીએમ યોગી અને મોહમ્મદ શમી એકસાથે

મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ દ્વારા જણાવ્યુ છે કે, તેઓ સીએમ યોગી સાથે કામ કરવા માટે ઉત્સાહી છે. અને સમાજ કલ્યાણ માટે હમેંશા તત્પર રહેશે. શમીએ વધુમાં કહ્યુ છે કે, સીએમ યોગી સાથે મળીને કામ કરીશું તો સપનાઓ જલદી જ હકીકત બનશે. મોહમ્મદ શમીએ સીએમ યોગી સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાનની વાતો પોસ્ટના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરી હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by MOHAMMAD SHAMI (@mdshami.11)

Advertisement

આ પણ  વાંચો - SRH સ્ટારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, IPL 2025 વચ્ચે આવ્યા ચોંકાવનારા સમાચાર

ipl 2025માં મોહમ્મદ શમીનું નિરાશાજનક પ્રદર્શન

IPL 2025માં મોહમ્મદ શમી હૈદરાબાદ ટીમનો ભાગ હતા. પરંતુ ટીમ અને શમી માટે આ વખતનું આઇપીએલ પડકારજનક રહ્યુ હતુ. તેઓએ 9 મેચમાં માત્ર 6 વિકેટ જ હાંસલ કરી હતી. અને હૈદરાબાદ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ચુકી છે. 11 મેચમાંથી SRH ટીમે માત્ર 3 મેચમાં જ જીત હાંસલ કરી છે. તેઓ પોઇન્ટ ટેબલમાં 8માં સ્થાને છે.

આ પણ  વાંચો - IPL 2025 Playoff : જગ્યા એક અને દાવેદાર ત્રણ, પ્લેઓફની રેસ બની રસપ્રદ

મોહમ્મદ શમી પ્રદર્શન પર આપે ધ્યાન

મોહમ્મદ શમીનું નામ ઇગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ સિલેક્શનની રેસમાં છે. આવા સમયમાં શમી પોતાના પ્રદર્શન પર ખાસ ધ્યાન આપે અને સારુ રમે તો તે ટીમ ઇન્ડિયા માટે સારુ રહેશે. અને શમીની કારકિર્દી માટે પણ યોગ્ય રહેશે. મોહમ્મદ શમી તેના અંગત અને વ્યાવસાયિક જીવન માટે હમેંશા ચર્ચામાં રહે છે. ત્યારે યુપી સીએમ સાથે આગામી પ્રોજેક્ટમાં કાર્ય કરવા માટે તેમની ઉત્સુક્તા જોઇ શકાય છે.

Tags :
Advertisement

.

×