ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Virat Kohli એ પીચ પર પ્રેક્ટિસ શરૂ કરી, ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં કમર કસી

Viral Kohli : અગાઉ ભારતના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ સારા પ્રેક્ટિસ સેશન માટે અમીનની અકાદમીની મુલાકાત લીધી હતી
06:25 PM Aug 09, 2025 IST | PARTH PANDYA
Viral Kohli : અગાઉ ભારતના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ સારા પ્રેક્ટિસ સેશન માટે અમીનની અકાદમીની મુલાકાત લીધી હતી

Viral Kohli : ઑસ્ટ્રેલિયા પ્રવાસ (Australia Cricket Tour) પહેલાં ટીમ ઇન્ડિયાના ‘રન મશીન’ તરીકે પ્રસિદ્ધ વિરાટ કોહલી (Run Machine Viral Kohli) ફરી પિચ પર પાછા ફર્યા છે. તેમણે ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ નવીમ અમીનની હાજરીમાં અભ્યાસ કર્યો છે. કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “હિટમાં મદદ માટે આભાર, ભાઈ. તમને જોઈને હંમેશાં આનંદ થાય છે.” તેમણે સેશન દરમિયાન અમીન સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. અમીને પોતાના અકાઉન્ટ પર સ્ટોરી ફરી શેર કરતાં લખ્યું, “ભાઈ, તમને જોઈને આનંદ થયો ! જલ્દી જ મળીએ.” અમીન બર્કશાયર, બકિંગહમશાયર અને લંડનમાં માઇટી વિલો અકાદમી ચલાવે છે અને અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચિંગ સ્ટાફમાં હતાં.

302 વન-ડે ઇન્ટરનેશનલ મેચોમાં 14,181 રન બનાવ્યા

આ પહેલાં, ભારતના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ સારા પ્રેક્ટિસ સેશન માટે અમીનની અકાદમીની મુલાકાત લીધી હતી. વિરાટ કોહલી (Run Machine Viral Kohli) ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે કોહલીનું ધ્યાન સંપૂર્ણપણે ભારત માટેના વન-ડે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સાથેની IPLની પ્રતિબદ્ધતાઓ પર છે. કોહલીએ 302 વન-ડે ઇન્ટરનેશનલ મેચોમાં 14,181 રન બનાવ્યા છે. તેમણે છેલ્લે IPL 2025ના ફાઇનલમાં શાનદાર ઇનિંગ રમી હતી. કોહલીએ 43 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે RCBએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ખિતાબી ટક્કરમાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને પોતાની પહેલી ટ્રોફી જીતી હતી.

BCCI અને BCB વચ્ચેની પરસ્પર સહમતી

કોહલી (Run Machine Viral Kohli) ને ફરી મેદાનમાં જોવા માટે ચાહકો આતુર છે, પરંતુ ફેન્સને હજી ઑક્ટોબર સુધી રાહ જોવી પડશે. ભારતને ઑગસ્ટમાં બાંગ્લાદેશમાં ત્રણ વન-ડે મેચ રમવાની હતી, પરંતુ BCCI અને BCB વચ્ચેની પરસ્પર સહમતીથી આ સિરીઝ સપ્ટેમ્બર 2026 સુધી મુલતવી રાખવામાં આવી છે. કોહલી અને રોહિત શર્મા, જે ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ મેચોથી પણ દૂર છે, બન્નેની ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસના વન-ડે તબક્કામાં વાપસી થવાની આશા છે. 19 ઑક્ટોબરથી પર્થ સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટ શરૂ થશે. ત્યારબાદ 23 અને 25 ઑક્ટોબરે બાકીની મેચો રમાશે.

આ પણ વાંચો ---- વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક; એશિયા કપ પહેલાં વસીમ અકરમના નિવેદનથી હંગામો

Tags :
#CricketPractice#RunMachineGujaratFirstgujaratfirstnewsViratKohli
Next Article