સ્ટેચ્યુનું અનાવરણ કરતા સુનિલ ગવાસ્કર ભાવુક થયા, કહ્યું, 'મુંબઇ મારી માતા છે'
- પ્રસિદ્ધ ક્રિકેટરને મોટું સન્માન મળ્યું
- મુંબઇમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું
- એમસીએ દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો
Sunil Gavaskar Immortalized : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરની (Sunil Gavaskar Immortalized) પ્રતિમાનું અનાવરણ કરીને તેમનું સન્માન કર્યું છે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને MCA પ્રમુખ શરદ પવારની નવી બનેલી પ્રતિમા પણ પ્રદર્શિત કરવામાં આવી છે. એસોસિએશને શનિવારે અનુભવી પ્રશાસકના નામે એક સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કર્યું છે. સંગ્રહાલયની બહાર તેમની પ્રતિમા જોઈને ગાવસ્કર ભાવુક થઈ ગયા (Sunil Gavaskar Immortalized) છે.
મારો હાથ પકડ્યો હતો
પ્રસિદ્ધ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે, "તમે જાણો છો, દરેક વ્યક્તિ સાથે આવું બનતું નથી, તમે જુઓ છો કે સંગ્રહાલયની બહાર એક પ્રતિમા (Sunil Gavaskar Immortalized) છે, ઘણા લોકો સંગ્રહાલય જોવા આવે છે. અને તેથી જ્યારે પણ તમે સંગ્રહાલયમાં પ્રવેશ કરો છો, ત્યારે તમે પ્રતિમા જુઓ છો. આ એક અનોખી વાત છે, અને તેથી જ હું અભિભૂત થઈ ગયો છું. મેં પહેલા કહ્યું છે કે, મુંબઈ મારી માતા જેવી છે. જ્યારે મેં શાળા સ્તરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે તેણીએ મારો હાથ પકડ્યો હતો. હું મુંબઈ માટે રમી રહ્યો હતો."
સમાન કદની પ્રતિમાઓ બનાવવાનો નિર્ણય
MCA એ આ વર્ષની શરૂઆતમાં તેના સંગ્રહાલયની સાથે સમાન કદની પ્રતિમાઓ બનાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાન તેની જૂની કાંગા લીગ લાઇબ્રેરીને (Old Kanga League Library - Mumbai) પણ પુનર્જીવિત કરી છે. નવું મ્યુઝિયમ ભૂતકાળ અને વર્તમાન ક્રિકેટને સમર્પિત છે, અને MCA એ એક નાનો BEST અને ટ્રેન વિભાગ બનાવીને સ્થાનિક અનુભવમાં પણ ઉમેર્યો છે, જે દરેક મુંબઈકરના સંઘર્ષને દર્શાવે છે.
ગાવસ્કરે દાદર યુનિયન કેપની વાર્તા વર્ણવી
આ તકે સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar Immortalized) જણાવ્યું કે, 1981માં ઓસ્ટ્રેલિયામાં ભારત માટે રમતી વખતે તેમણે તેમના ક્લબ દાદર યુનિયનની કેપ પહેરવાનું નક્કી કર્યું હતું. કપિલ દેવે મેલબોર્નમાં પાંચ વિકેટ લીધી હતી. તે મેચના એક દિવસ પહેલા બીમાર પડી ગયા હતા. તેમણે કહ્યું, "તેણે પેઇનકિલર ઇન્જેક્શન લીધા અને પછી બોલિંગ કરવા આવ્યો હતો. અને તે એક મુશ્કેલ પરિસ્થિતિ હતી. તમને ખબર જ હશે કેસ હું અંધશ્રદ્ધાળુ છું. મારી પાસે દાદર યુનિયન કેપ હતી, જે નસીબદાર હતી, અને તેથી જ મેં તે દિવસે તે કેપ પહેરી હતી, ભારતની કેપ નહીં. ઓસ્ટ્રેલિયાએ લગભગ 60 કે 80 રન બનાવવાના હતા, અને પછી તેઓએ ત્રણ વિકેટ ગુમાવી દીધી.
એસોસિએશને ગાવસ્કરને કેટલાક વિકલ્પો મોકલ્યા
તેમણે વધુમાં કહ્યું કે, તેથી તે કેપનું મહત્વ ફક્ત દાદર યુનિયન માટે જ નથી. તે 1981 માં મેલબોર્નમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું તે દિવસે પહેરવામાં આવી હતી." ગાવસ્કરની પ્રતિમા (Sunil Gavaskar Immortalized) 10,000 ટેસ્ટ રનને પ્રતિબિંબિત કરે છે. એમસીએના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે, એસોસિએશને ગાવસ્કરને કેટલાક વિકલ્પો મોકલ્યા હતા કે, તેઓ કેવા પ્રકારની બેટિંગ એક્શન ઇચ્છે છે, અને અનુભવી ખેલાડીએ તે શોટ પસંદ કર્યો, જેનાથી તેઓએ 10000 ટેસ્ટ રન પૂર્ણ કર્યા હતા.
એક જગ્યાએ એકત્રિત કરવામાં સફળ રહ્યા
તેમણે વધુમાં કહ્યું, "અમે તેમને કેટલાક ચિત્રો મોકલ્યા હતા અને તેમણે આ ચિત્ર પસંદ કર્યું હતું. આ MCA માટે એક મોટો દિવસ છે, કારણ કે, અમે આ ઇતિહાસને એક જગ્યાએ એકત્રિત કરવામાં સફળ રહ્યા છીએ. આ સંગ્રહાલય બનાવવા માટે ઘણો વિચાર કરવામાં આવ્યો છે. અમે ઇચ્છતા હતા કે, આવનારી પેઢી આપણો સમૃદ્ધ ઇતિહાસ અને દરેકની મહેનત જુએ."
કેટલાક પુસ્તકો લાઇબ્રેરીમાં દાન કરીશ
અંતમાં ગાવસ્કરે (Sunil Gavaskar Immortalized) જણાવ્યું કે, તેઓ જૂના અને રમતગમત સંબંધિત પુસ્તકો વાંચવા માટે કંગા લીગ લાઇબ્રેરીમાં આવતા હતા. તેમણે કહ્યું, "જ્યારે કંગા લાઇબ્રેરી CCI નોર્થ સ્ટેન્ડ ખાતે હતી, ત્યારે હું ત્યાં જતો હતો અને પછી તે અહીં પણ આવીને, હું પુસ્તકો લેવા જતો હ,તો અને મેં પહેલા પણ કેટલાક પુસ્તકોનું દાન કર્યું છે. મને લાગે છે કે, હવે હું મારા ક્રિકેટ સંબંધિત કેટલાક પુસ્તકો લાઇબ્રેરીમાં દાન કરીશ. એ જરૂરી નથી કે, ફક્ત આવનારી પેઢી જ આ પુસ્તકો અને જીવનચરિત્ર વાંચી શકે, પરંતુ જૂની પેઢી પણ આ પુસ્તકો વાંચી શકે છે."
આ પણ વાંચો ----- હવે Sourav Ganguly કોચની ભૂમિકામાં જોવા મળશે, આ ટીમે બનાવ્યા હેડ કોચ