Khyati Hospital : અદાણી અને અંબાણીને પણ ન હોય તેવા છે આ કૌભાંડીઓનાં ઘર!
- Khyati Hospital કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચની આરોપીઓનાં ઘરે તપાસ
- ફાઉન્ડર કાર્તિક પટેલ, CEO ચિરાગ રાજપૂત, ડૉ. સંજય પટોલિયાના નિવાસસ્થાને તપાસ
- ઘરમાં જ બાર, થિયેટર, મોંઘીદાટ દારૂની બોટલો અને વૈભવી કાર મળી
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની 6 ટીમ ફરાર આરોપીઓની શોધખોળમાં લાગી છે. ઉપરાંત, અન્ય આરોપી રાહુલ જૈન (Rahul Jain) અને મિલિન્દ પટેલ (Milind Patel) સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા આરોપીઓનાં નિવાસસ્થાને તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ પણ વાંચો - Khyati Hospital 'કાંડ' માં ડો. પ્રશાંત વજિરાણીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, કોર્ટમાં થઈ આ રજૂઆત
ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે તપાસ, મોંઘી દારૂ, જુગારનાં કોઈન, વૈભવી કાર મળી
પ્રાપ્ત માહિતી અનુસાર, ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં (Khyati Hospital) ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે તપાસ હાથ ધરી હતી. સિંધુ ભવન પાસે આવેલા અભીશ્રી રેસિડેન્સીમાં આવેલા નિવાસ સ્થાનમાં તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવા સહિત તમામ ડોક્યૂમેન્ટની તપાસ કરવામાં આવી હતી. કાર્તિક પટેલના (Karthik Patel) ઘરેથી મોંઘી દારૂની બોટલો પણ મળી આવી હતી. ઉપરાંત, ઘરમાંથી જુગાર રમવાના કોઈન, ડબલ ડોર સાથે હોમ થિયેટર વાળી ખાસ સિસ્ટમ, વૈભવી કાર અને જનરેટર મળી આવ્યા હતા. કાર્તિક પટેલે ઘરમાં જ હોમ થિયેટરની સાથે બાર પણ ઊભું કર્યું છે. ઘરમાં CCTV માટે ખાસ સર્વર પણ ઊભું કરાયું છે. જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂની બોટલો પૈકીની માત્ર બે બોટલની કિંમત રૂ. 30 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
Ahmedabad માં ખ્યાતિ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ
આરોપી Chirag Rajput ના ઘરે પણ Crime Branch ની તપાસ
ઘરમાંથી મોંઘીદાટ દારૂની અનેક બોટલ મળી આવી
મીની બાર હોય તે પ્રકારે દારૂની બોટલ ગોઠવેલી મળી
ચિરાગ રાજપૂત સામે પણ પ્રોહીબીશનનો કેસ દાખલ કરાશે#Gujarat #Ahmedabad… pic.twitter.com/vAaQgPEbxY— Gujarat First (@GujaratFirst) November 21, 2024
આ પણ વાંચો - Gujarat Politics : શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીને મળ્યું આ ચૂંટણી ચિહ્ન!
આરોપી ડૉ. સંજય પટોલિયા, CEO ચિરાગ રાજપૂતનાં ઘરે પણ તપાસ
બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ટીમે આરોપી ડૉ. સંજય પટોલિયાના (Dr. Sanjay Patolia) નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. ALTIUS નાં C બ્લોકનાં 303 નંબરનાં ઘરમાં ટીમ દ્વારા તપાસ કરાઈ હતી અને હાજર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે આરોપી ડોક્ટર ગુજરાતમાં જ છુપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હોસ્પિટલનાં CEO ચિરાગ રાજપૂતનાં (CEO Chrag Rajpoot) ઘરે પણ પહોંચી હતી અને તપાસ કરી હતી. દરમિયાન, ઘરમાંથી મોંઘીદાટ દારૂની અનેક બોટલ મળી આવી હતી. ઘરમાં જ મીની બાર હોય તે પ્રકારે દારૂની બોટલ ગોઠવેલી મળી હતી. હવે, આરોપી ચિરાગ રાજપૂત સામે પણ પ્રોહિબિશનનો કેસ પણ દાખલ કરાશે.
આ પણ વાંચો - Banaskantha : પાલનપુરનાં જગાણા નજીક ભેખડ ધસી પડતા 1 શ્રમિકનું મોત, 1 ગંભીર