ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Crime : દારૂ પકડવામાં દેવગઢબારિયા પોલીસ ઉંધતી ઝડપાતા તેની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા...

સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે આજે સવારે દેવગઢબારિયા નગરમાં આવેલ માનસી સિલેક્શન નામની દુકાનની સામે રોડ પરથી રૂપિયા 7.63 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ગાડી પકડી પાડી રૂપિયા 10 લાખની આઇસર ગાડી, એક મોબાઈલ ફોન તથા રોકડ...
10:43 AM Nov 20, 2023 IST | Dhruv Parmar
સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે આજે સવારે દેવગઢબારિયા નગરમાં આવેલ માનસી સિલેક્શન નામની દુકાનની સામે રોડ પરથી રૂપિયા 7.63 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ગાડી પકડી પાડી રૂપિયા 10 લાખની આઇસર ગાડી, એક મોબાઈલ ફોન તથા રોકડ...

સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે આજે સવારે દેવગઢબારિયા નગરમાં આવેલ માનસી સિલેક્શન નામની દુકાનની સામે રોડ પરથી રૂપિયા 7.63 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ગાડી પકડી પાડી રૂપિયા 10 લાખની આઇસર ગાડી, એક મોબાઈલ ફોન તથા રોકડ મળી રૂપિયા 17,64,310/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટક કરતા આ મામલે દેવગઢબારિયા પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક આઇસર ટેમ્પો વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી દેવગઢ બારીયા નગરમાંથી પસાર થવાનો હોવાની સચોટ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ખાટને મળી હતી. જે બાતમીને આધારે પી.આઈ આરજી ખાટ તેમની ટીમ સાથે દેવગઢ બારીયા નગરમાં આવેલ માનસી સિલેક્શન નામની દુકાન સામે રોડ પર આવી વ્યુહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોઈ રહ્યા હતા.

તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ આઇસર ગાડી દૂરથી આવતી નજરે પડતા વોચમાં ઉભેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સાબદી બની હતી. અને નજીક આવતા જ તે આઇસર ગાડીને રોકી ચારે બાજુથી ઘેરી લઈ ગાડીમાં તલાસી લઈ ગાડીમાંથી પોલીસે રૂપિયા 7.63,200/-ની કુલ કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ-7632 પકડી પાડી ગાડીના ચાલક ગોધરાના વેજલપુર રોડ પર આવેલા મુસ્લિમ સોસાયટીમાં રહે છે. તેનું નામ વસીમ યાકુબભાઈ ગુનિયાની અટક કરી તેની પાસેથી રૂપિયા 500/-ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા 610/-ની રોકડ ઝડપી પાડી હતી.

આ સિવાય સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 10 લાખની કિંમતની આઇસર ગાડી મળી રૂપિયા 17,64,310/-નો મુદ્દામાલ કબજે લઈ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગાડીના ચાલકની સાથે સાથે ગોધરાના ઈરફાન સૈયદભાઈ મીઠા, અનિલ, આઇસર ગાડીના માલિક, મીઠી બોર ગામના ભીખાભાઈ ભલાજીભાઈ રાઠવા તથા હાલોલના ભરતભાઈ મળી કુલ છ જણા વિરુદ્ધ દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઉપરોક્ત છ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ અને જુગારનું હબ ગણાતા દેવગઢબારિયા નગરમાં પ્રવેશીને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે રૂપિયા 7.63 લાખ ઉપરાંત ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ગાડી પકડી દેવગઢ બારીયા પોલીસને ઊંઘતી ઝડપી પાડતા દેવગઢબારિયા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ખડા થયા છે. ત્યારે દેવગઢ બારીયા નગરમાં પોલીસની નિષ્ફળતાને કારણે ઘર કરી ગયેલી દારૂ તથા જુગારની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે દેવગઢબારિયા પોલીસ ક્યારે સજ્જ બનશે તે હવે જોવું રહ્યું...!

અહેવાલ : ઈરફાનભાઈ, દેવગઢ બારીયા

આ પણ વાંચો : સાળંગપુર હનુમાનજી દાદાને મુંબઈના ભક્તે એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો

Tags :
CrimeDevgarhBariaGandhinagar PoliceGujaratState Monitoring Cell
Next Article