ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નકલી સિંચાઈ ઓફિસના કૌભાંડમાં મેળવેલી ગ્રાન્ટની રકમના કામોનું ક્રોસ ચેકિંગ

અહેવાલ---તોફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ચકચારી નકલી સિંચાઈ ઓફિસના કોભાંડમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બનાવેલ એસ.આઈ.ટી ની ટીમ દ્વારા કૌભાંડીઓ દ્વારા 93 કામ માટે મેળવેલી ગ્રાન્ટની રકમના કામોનું ક્રોસ ચેકિંગ આવી રહ્યું છે. જેમાં...
07:46 PM Nov 02, 2023 IST | Vipul Pandya
અહેવાલ---તોફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ચકચારી નકલી સિંચાઈ ઓફિસના કોભાંડમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બનાવેલ એસ.આઈ.ટી ની ટીમ દ્વારા કૌભાંડીઓ દ્વારા 93 કામ માટે મેળવેલી ગ્રાન્ટની રકમના કામોનું ક્રોસ ચેકિંગ આવી રહ્યું છે. જેમાં...

અહેવાલ---તોફિક શેખ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં ચકચારી નકલી સિંચાઈ ઓફિસના કોભાંડમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બનાવેલ એસ.આઈ.ટી ની ટીમ દ્વારા કૌભાંડીઓ દ્વારા 93 કામ માટે મેળવેલી ગ્રાન્ટની રકમના કામોનું ક્રોસ ચેકિંગ આવી રહ્યું છે. જેમાં પ્રાથમિક તપાસમાં છોટાઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામે કોતર ઉપરના ચેકડેમના રૂપિયા કામ કર્યા વગર નાણા ચાઉં કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તપાસ શરુ કરી

જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઈ કાર્યપાલકની ઓફિસ ઊભી કરી છોટાઉદેપુર પ્રાયોજના કચેરીમાંથી ૪.૧૫ કરોડના ૯૩ જેટલાં કામો માટે ગ્રાન્ટ મેળવવામાં આવી હતી. જેનો પર્દાફાશ આઈ.એ.એસ સચીનકુમાર દ્વારા કરી છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારાતપાસ શુ કરાઇ છે. જેમાં અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા હવે નકલી ઓફિસ બનાવી ગ્રાન્ટની રકમ મેળવ્યા બાદ આરોપીઓ દ્વારા ગ્રાન્ટ હેઠળના કામો કરવામાં પણ આવ્યા છે કે કેમ..? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

ચિલરવાંટ ગામમાં ચેક ડેમમાં કૌંભાંડ

આરોપી સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદને સાથે રાખી યાદી પ્રમાણેના કામોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં આજે છોટાઉદેપુર તાલુકાના એકલબારા, કસારા, અને ચિલરવાંટ ગામોના કામોની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ચિલરવાંટ ગામ માં કોતર ઉપરના ચેકડેમ વર્ષ ૨૦૧૬-૧૭ માં બન્યો હોય અને ગત વર્ષમાં માત્ર પ્લાસ્ટર તેમજ માટી કાઢવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સિવાય કવાંટ અને નસવાડી તરફ કરેલ કામો માટે પણ ટીમો ચકાસણી અર્થે ગઇ હતી. જેમાં પણ હજી વધુ ચોકાવનારા ખુલાસાઓ સામે આવે તો નવાઈ નહીં.

નકલી એન્જિનિયર સંદીપ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લામાં પણ કૌંભાંડ

છોટા ઉદેપુરના ગુનાની તપાસ દરમિયાન નકલી એન્જિનિયર સંદીપ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લામાં પણ સરકારી કચેરી માંથી ઉચાપત કરી ગ્રાન્ટ મેળવી કૌભાંડ કરેલા હોવાનું જણાઈ આવેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર છોટા ઉદેપુરના ગુનાની તપાસ દરિયાન નકલી એન્જિનિયર સંદીપ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લામાં પણ સરકારી કચેરીમાંથી ઉચાપત કરી ગ્રાન્ટ મેળવી કૌભાંડ કરેલા હોવાનું જણાઈ આવ્યું છે.

વધુ એક આરોપી પકડાયો

કાગળ ઉપર નકલી કચેરી કૌભાંડ મામલે ચાલતી તપાસ માં વધુ એક આરોપી પોલીસે ઝડપ્યો છે. વડોદરાનો રહેવાસી અંકિત જગદીશ સુથાર ઝડપાયો છે.સંદીપ રાજપૂત, અબૂબક્કર સૈયદ અને અંકિત સુથાર આમ ત્રણ આરોપીઓ પોલીસ ગીરફ્તમાં થયા છે.

આ પણ વાંચો---GCAS: હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેનું એક જ કોમન પોર્ટલ

Tags :
Chotaudepurfake irrigation office scamGrantirrigation officeScam
Next Article