Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump ના નિવેદનથી તેલ બજારમાં હડકંપ, એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 11 %નો ઘટાડો થયો.

વૈશ્વિક રાજકારણની એક ચાલ કેવી રીતે તેલના ભાવને હચમચાવી શકે છે, તેનું જીવંત ઉદાહરણ અત્યારે જોવા મળી રહ્યું છે. જે યુદ્ધે તેલને $119 એ પહોંચાડ્યું હતું, તેને અટકાવવાના એક નિવેદને કિંમતોમાં ધરખમ ઘટાડો લાવી દીધો છે. શું આ ઘટાડો કાયમી છે કે પછી આ તોફાન પહેલાની શાંતિ?
donald trump ના નિવેદનથી તેલ બજારમાં હડકંપ  એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 11  નો ઘટાડો થયો
Advertisement
  • Donald Trump ના શાંતિના સંકેત બાદ વૈશ્વિક બજારમાં તેલના ભાવ ગગડ્યા
  • તેલના ભાવમાં મોટો ઘટાડો: $119થી સીધું $88 પર પહોંચ્યું ક્રૂડ!
  • બ્રેન્ટ ક્રૂડ અને WTIમાં 10થી 11 ટકાનો એક જ દિવસમાં મોટો કડાકો
  • મિડલ ઈસ્ટમાં સંઘર્ષ અપેક્ષા કરતા વહેલો પૂરો થવાની આશાએ નરમાશ
  • અમેરિકા રશિયા પરના પ્રતિબંધો હળવા કરી તેલ સપ્લાય વધારવા તૈયાર
  • ભારત સહિતના તેલ આયાતકાર દેશોને મોંઘવારીમાંથી મળી શકે છે મોટી રાહત

Donald Trump : મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) એક સકારાત્મક નિવેદન બાદ કાચા તેલની કિંમતોમાં (Crude Oil Prices) ભારે ઘટાડો નોંધાયો છે. જે તેલના ભાવ ગત સોમવારે ચાર વર્ષની સર્વોચ્ચ સપાટી $119 પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતા, તેમાં હવે મોટું ગાબડું પડ્યું છે.

Donald Trump ના નિવેદનથી રોકાણકારોને મળી રાહત 

તેલના ભાવ ગગડવા પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પનું તે નિવેદન માનવામાં આવે છે જેમાં તેમણે સંકેત આપ્યો હતો કે મિડલ ઈસ્ટનો સંઘર્ષ અપેક્ષા કરતા વહેલો પૂરો થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે અને યુદ્ધ વિરામની (Ceasefire) શક્યતાઓ વધી છે. આ સમાચાર વહેતા થતા જ બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 10% થી વધુ ઘટીને $88 પ્રતિ બેરલ અને અમેરિકી WTI ક્રૂડ 11% ઘટીને $84 ની આસપાસ પહોંચી ગયું હતું.

Advertisement

Advertisement

સપ્લાય ચેઈન પર તોળાઈ રહેલું જોખમ 

જોકે, બજારના વિશ્લેષકો હજુ પણ સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધ ભલે અટકે, પણ તેલના કુવાઓમાંથી ઉત્પાદન ફરી શરૂ કરવામાં અને સપ્લાય ચેઈન (Supply Chain) સામાન્ય કરવામાં હજુ અઠવાડિયાઓનો સમય લાગી શકે છે. જો રિફાઇનરી કે બંદરોને નુકસાન થયું હોય, તો બજારમાં તેલની અછત વર્તાઈ શકે છે.

વૈશ્વિક રણનીતિ અને ભારત પર અસર

અમેરિકા હવે તેલ બજારને સ્થિર કરવા માટે રશિયા પરના પ્રતિબંધોમાં (Russia Oil Sanctions) ઢીલ આપવા અને પોતાના વ્યૂહાત્મક તેલ અનામત (Strategic Petroleum Reserve) માંથી જથ્થો રિલીઝ કરવા પર વિચાર કરી રહ્યું છે. જો રશિયાનું તેલ ફરી મોટા પાયે બજારમાં આવશે, તો ભારત જેવા દેશોને મોંઘા ઈંધણથી મોટી રાહત મળી શકે છે. હાલમાં વૈશ્વિક બજારની આ નરમાશ ભારતીય શેરબજાર અને અર્થતંત્ર માટે આશાનું કિરણ બનીને આવી છે.

આ પણ વાંચો : IndiGo : CEO પીટર એલ્બર્સનું રાજીનામું, હવે રાહુલ ભાટિયા સંભાળશે એરલાઇનનું સુકાન

Tags :
Advertisement

.

×