Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodra: સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગંભીર આક્ષેપ, ગ્રાહકો સાથે કમલેશ ખટીકની દાદાગીરી

વડોદરામાં વધુ એક સસ્તા અનાજની દુકાનના સંચાલકનું કારસ્તાન બહાર આવવા પામ્યું છે. સમા વિસ્તારમાં રાજેશ અગ્રવાલની દુકાનમાં કૌભાંડ સામે આવ્યું છે.
vadodra  સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગંભીર આક્ષેપ  ગ્રાહકો સાથે કમલેશ ખટીકની દાદાગીરી
Advertisement
  • વડોદરામાં વધુ એક સસ્તા અનાજની દુકાન સંચાલકનું કારસ્તાન
  • દુકાન સંચાલકે ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કર્યું
  • સંચાલક ગ્રાહકોને સ્લીપ ન આપતો હોવાનો ગ્રાહકોનો આરોપ
  • દુકાનદાર જૂનનો એડવાન્સમાં અંગૂઠો ના લઈ શકે : હીનાબેન પરમાર

વડોદરા શહેરમાં વધુ એક સસ્તા અનાજની દુકાન સંચાલકનું અનાજ બારોબાર સગેવગેકરવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. સમા વિસ્તારમાં આવેલી રાજેશ કપૂરચંદ્ર અગ્રવાલની દુકાનમાં કૌભાંડ સામે આવવા પામ્યું છે. સસ્તા અનાજી દુકાન સંચાલક રાજેશ કપૂરચંદ્ર અગ્રવાલની દુકાન કમલેશ ખટિક ચલાવે છે.

Advertisement

મેસેજ જૂન મહીનાનો એડવાન્સ માલ આવશે તેનો મેસેજ : કમલેશ ખટક-દુકાનદાર

દુકાનદાર કમલેશ ખટકે જણાવ્યું હતું કે, જે લોકોના KYC નહીં હોય તે લોકોને અનાજ નહીં મળે. અનાજ લેવા આવેલ ગ્રાહકોમાં બે જણના કેવાયસી તો બે જણનું તેમને કીધું છે. તેમજ જૂન મહિનાનું એડવાન્સ છે. માલ આવે ત્યારે માલ છે નહીં તો કેવી રીતે આપીએ. ગ્રાહકને આવેલ મેસજ બાબતે પૂછતા દુકાનદારે જણાવ્યું હતું કે, એ મેસેજ જૂન મહીનાનો એડવાન્સ માલ આવશે તેનો મેસેજ છે. આ મહિને આવશે. એક મેસેજ જે તેઓ માલ લઈ ગયા છે. તેનો છે. અને બીજો મેસેજ જૂન મહિનાનો એડવાન્સનો છે. જૂન મહિનાનો માલ આવશે ત્યારે તેમને આપીશું.

Advertisement

ગરીબ ગ્રાહકો સાથે ઓપરેટર કમલેશ ખટીકની દાદાગીરી

ગ્રાહક સુમિત્રાબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાને અનાજ લેવા આવતા ગરીબ ગ્રાહકો સાથે ઓપરેટર કમલેશ ખટીક દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું પણ સામે આવવા પામ્યું છે. કમલેશ ખટીક દ્વારા ગ્રાહકોને અનાજ તમારે અમારી દુકાનથી લેવું હોય તો લો, નહીં તો અહીંથી નામ કરી કરાવી દો. વડોદરા શહેરમાં 500 સસ્તા અનાજની દુકાનો આવેલી છે. પરિવારના તમામ સભ્યો e-Kyc નથી. જેથી અનાજ ના આપ્યું. તેમજ ગ્રાહકના રેશનકાર્ડમાં બે સભ્યોનું kyc હોવા છતાં અનાજ આપવામાં આવ્યું નથી. ગ્રાહકનો અંગૂઠો લીધા બાદ ઘરે જઈ ગ્રાહકને અનાજ મળ્યાનો મેસેજ મળ્યો હતો. સંચાલક દર વખતે મેસેજ મુજબ પુરતુ અનાજ પણ આપતા નથી. સંચાલક દ્વારા ગ્રાહકોને સ્લીપ પણ આપવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ Surat : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, સસ્તી દુકાન લેવાની લ્હાયમાં લાખો રૂપિયા ખોયા

દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: હીનાબેન પરમાર

સમગ્ર મામલ પુરવઠા વિભાગના ઝોનલ અધિકારી હીનાબેન પરમારે નિવેદન આપ્યું હતું કે, સસ્તા અનાજની દુકાનદાર દ્વારા બારોબાર અનાજ સગેવગે કરવાનો આરોપ છે. દુકાનદાર જૂનનો એડવાન્સમાં અંગૂઠો ના લઈ શકે. દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમજ દુકાનના સ્ટોકની પણ તપાસ કરાશે. ભૂલ હશે તો દુકાન પણ સીઝ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update : હવામાન વિભાગે આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરી

Tags :
Advertisement

.

×