Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ‘જનેતાને શર્મસાર કરે તેવી ઘટના’ અંગત સ્વાર્થ માટે પોતાની જ દીકરીનું ગળું કાપી નાખ્યું

Ahmedabad : એક જનેતા પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ જો એવા સમાચાર સામે આવે કે, માતાએ ખુદ પોતાના બાળકની હત્યા કરી નાખી તો? આવા સમાચાર સાંભળીને દરેકનું હ્રદય કંપી ઉઠે! આ વાત...
ahmedabad   ‘જનેતાને શર્મસાર કરે તેવી ઘટના’ અંગત સ્વાર્થ માટે પોતાની જ દીકરીનું ગળું કાપી નાખ્યું
Advertisement

Ahmedabad : એક જનેતા પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ જો એવા સમાચાર સામે આવે કે, માતાએ ખુદ પોતાના બાળકની હત્યા કરી નાખી તો? આવા સમાચાર સાંભળીને દરેકનું હ્રદય કંપી ઉઠે! આ વાત સાચી પડી છે. વિગતે વાત કરવામાં આવે તો એક માતાએ પોતાના અંગત સ્વાર્થ માટે થઈને પોતાના જ નવજાત બાળકીની હત્યા (Murder) કરી નાખી છે. અમદાવાદ (Ahmedabad) શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં ઘટના બની છે.

Ahmedabad ના આસ્ટોડિયા વિસ્તારમાં બની આ વારદાત

ઘટનાની વાત કરવામાં આવે તો પોતાના લગ્ન જીવનથી નાખુશ પત્ની તેના પતિથી તલાક લેવા માંગતી હતી. જો કે, તેમાં તેની નવજાત બાળકી નડતર રૂપ થઈ રહી હતી. જેથી માતાએ પોતાના અંગત સ્વાર્થ માટે થઈને તેને મોતને ઘાટ ઉતારી દીધી. નોંધનીય છે કે, આ ઘટના જનેતાને શરમાવે તેવી ઘટના બની છે. Ahmedabad ના આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા એક કામદારની મજૂરના લગ્ન થોડા વર્ષ પહેલા જમાલપુરની યુવતી સાથે થઈ હતી. ઉલ્લેખનીય છે કે, બન્નેને લગ્ન જીવન દરમિયાન એક બાળકીનો જન્મ થયો છે. પરંતુ થોડા સમયથી બન્ને વચ્ચે ખટપટ ચાલી રહીં હતી. જેથી વાત તલાક પર આવી ગઈ હતી. પરંતુ તલાક લેવામાં આ બાળકી બાદ્ય બની રહીં હતી.

Advertisement

માતા બની પોતાની જ દીકરીની હત્યારણ

મળતી વિગતો પ્રમાણે બાળકીનું નામ ફાતિમા હતું. યુવક કામ હતો ત્યારે તેના માતાનો કોલ આવ્યો હતો. માતાએ કહ્યું હતું કે, ફાતિમાને ગળાના ભાગે લોહી આવી રહ્યું છે. જેથી તેને વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યા ફરજ પરના તબિબોએ ફાતિમાને મૃત જાહેર કરી હતી. નોંધનીય છે કે, ફાતિમાના મોતને કારણે પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ છે. માહિતી એવી સામે આવી છે કે, બાળકીની માતાએ ખુદ પથ્થર દિલથીને પોતાની ફુલ જેવી દીકરીને ગળાના ભાગે બ્લેડ વડે ગળું કાપી નાખ્યું હતું. અત્યારે પોલીસે માતા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરીને આગળ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Saputama ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 70 જેટલા પ્રવાસીઓ…

આ પણ વાંચો: SURAT : BULLET TRAIN નો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો: VADODARA : મોડી રાત્રે કાર ફરી વળતા ફૂટપાથ પર રહેતા શખ્સનું મોત

Tags :
Advertisement

.

×