12મું નાપાસ યુવકે કેન્દ્ર /રાજ્ય સરકારની 50 વેબસાઈટ પર DDoS એટેક કર્યા, Gujarat ATS એ કરી ધરપકડ
Gujarat ATS : ભારત સરકારે ચલાવેલું ઑપરેશન સિંદૂર (Operation Sindoor) દેશમાં રહેતા અનેક કટ્ટરપંથીઓને પસંદ આવ્યું ન હતું. ગુજરાતના નડિયાદમાં રહેતો આવો જ એક યુવક અને સગીરે ભેગા મળીને 50થી વધુ સરકારી વેબસાઈટ પર સાયબર એટેક (Cyber Attack on Government Website) કર્યા છે. ડિફેન્સ, ફાયનાન્સ, એવિએશન તેમજ રાજ્ય સરકારના મહત્વના વિભાગોની વેબસાઈટો નિશાન બનાવાઈ છે. આ મામલે Gujarat ATS એ સગીર તેમજ યુવક સામે સાયબર ટેરરિઝમ (Cyber Terrorism) નો ગુનો નોંધી ધોરણ 12માં નાપાસ (12th Fail) થનારા જસીમ શાહનવાઝ અન્સારી (Jasim Ansari) ની ધરપકડ કરી અદાલતમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
કેવી રીતે મળી ATS ને જસીમ અન્સારીની જાણકારી ?
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Gujarat Anti Terrorism Squad) નો ટેકનિકલ સેલ સોશિયલ મીડિયામાં ચાલતી હરકતો પર ઘણાં લાંબા સમયથી ધ્યાન આપી રહ્યો છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા તેવર બતાવી Operation Sindoor ને અંજામ આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન એક ટેલિગ્રામ ગ્રુપમાં પોસ્ટ થતી દેશ વિરોધી લખાણોની જાણકારી Gujarat ATS ને મળી હતી. આ માહિતીના આધારે ટેકનિકલ ટીમે તપાસ કરતાં જસીમ અન્સારી સહિતના બે શખ્સોની જાણકારી મળી હતી. જેના આધારે બંને શખ્સોના મોબાઈલ ફોન શંકાના આધારે કબજે કરી FSL માં મોકલી અપાયા હતા.
આ પણ વાંચો -Mahesana Collector : કલેકટરને છેતરવા નીકળેલા માથાભારે શખ્સનો દાવ ઊંધો પડ્યો, પ્રાંત અધિકારીએ FIR કરાવી
જસીમ અન્સારી કોણ છે અને શું કરતો હતો ?
18 વર્ષીય જસીમ શાહનવાઝ અન્સારી (રહે. ક-326 કલ્યાણ કુંજની સામે, મજૂર ગામ, મીલ રોડ, નડિયાદ) ધોરણ 12 નાપાસ યુવક છે. જસીમ અન્સારી અને તેનો સગીર સાગરિત છેલ્લાં કેટલાંક મહિનાઓમાં Python Language, Pydroid Tool, Termux Tool જેવી એપ્લિકેશન અને કૉમ્પ્યુટર કોડિંગ શીખ્યા હતા. બંને શખ્સોએ તેમની માનસિકતા આધારે એક વેબસાઈટ પરથી Distributed Denial-of-Service (DDoS) એટેકના ટૂલ્સ મેળવી તેને કલૉન કરી અન્ય ટૂલમાં તેની ડાયરેક્ટરી ચેન્જ કરી તેનો ઉપયોગ વેબસાઈટને નુકસાન પહોંચાડવા કરતા હતા.
આ પણ વાંચો -અમદાવાદનું જુહાપુરા-સરખેજ ડ્ર્ગ્સ કારોબાર માટે કુખ્યાત, Nirlipt Rai ની ટીમે બે દિવસમાં 2 કેસ કર્યા
ઑપરેશન સિંદૂરના દિવસે સૌથી વધુ 20 એટેક
જસીમ અન્સારી અને તેના સાગરીતે એપ્રિલ-મે મહિના દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 50થી વધુ વેબસાઈટ પર એટેક કર્યા છે. જસીમ અન્સારી અને તેના સાગરિતે બનાવેલી Anonsec નામની ચેનલની બેકઅપ ચેનલ બનાવી હતી અને તેનું નામ બદલી નાંખ્યું હતું. સરકારી વેબસાઈટ પર એટેક કર્યા બાદ તેના સ્ક્રિન શોટ Anonsec ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરતા હતા. સાથે જ દેશ વિરોધી કોમેન્ટ પણ કરતા હતા. ઑપરેશન સિંદૂરના દિવસે 20 સરકારી વેબસાઈટ પર એટેક કરીને “India May have started it, but we will be the once to finish it” પોસ્ટ કરી હતી. પકડાયેલા આરોપીઓ કાયદા વિભાગની વેબસાઈટ પર હુમલો કરી ચૂક્યાં હોવાની માહિતી મળી છે. પોલીસ તપાસ બાદ કેટલી સરકારી વેબસાઈટને નુકસાન પહોંચ્યું છે અને તેમાં કેટલી ખામી છે તેની જાણકારી મળશે. સરકારી વેબસાઈટ પરના સાયબર હુમલા આર્થિક લાભ મેળવવા નથી કરાયા. પ્રાથમિક તપાસમાં આરોપી જસીમ અન્સારી અને તેના સાગરિતની દેશ વિરોધી માનસિકતા Cyber Attack પાછલ કારણભૂત છે.