Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : તબીબ સાથે છેતરપિંડી! 'ધરપકડથી બચવું હોય તો...' 

ફરિયાદીએ ભેજાબાજોએ મોકલેલા બનાવટી દસ્તાવેજો પણ આપ્યા હતા.
bharuch   તબીબ સાથે છેતરપિંડી   ધરપકડથી બચવું હોય તો     
Advertisement
  1. Bharuch નાં ટંકારિયા ગામમાં તબીબ સાથે છેતરપિંડી
  2. પોલીસ અને સેન્ટ્રલ બ્યુરો તરીકેની ઓળખ આપી ભેજબાજોએ ઠગાઈ કરી
  3. ધરપકડનો નકલી લેટર મોકલી રૂ. 14 લાખ પડાવ્યા
  4. ભેજબાજોએ વીડિયો કોલિંગ કરી ફરિયાદી સાથે આચરી છેરતપિંડી

ભરૂચનાં (Bharuch) ટંકારિયા ગામનાં રહીશ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ફરિયાદી સાથે ભેજાબાજોએ સોશિયલ મીડિયા થકી પોલીસ અને સેન્ટ્રલ બ્યૂરો તરીકેની ઓળખ આપી ધરપકડનો લેટર મોકલી, ઘરે પોલીસ આવશે તેવી ધમકી આપી હતી અને રૂ. 14 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે સાઇબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ સાથે ફરિયાદીએ ભેજાબાજોએ મોકલેલા બનાવટી દસ્તાવેજો પણ આપ્યા હતા.

TRAI, CBI અધિકારી તરીકે આપી ઓળખ

ભરૂચ સાઇબર પોલીસ મથકમાં (Bharuch Cyber ​​Police Station) ફરિયાદી બસીર અહેમદ ઇબ્રાહીમ મનમન કે જેઓ BSAM સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. તેમનાં આક્ષેપ મુજબ, કેટલાક અજાણ્યા ભેજાબાજો એ 22 સપ્ટેમ્બર, 2024 ના રોજ ફોન કરી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં (TRAI) અધિકારી તરીકેની ઓળખ આપી હિન્દી ભાષામાં વાત કરી હતી. ત્યાર બાદ કહ્યું હતું કે, તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જે બેન્ક ખાતા સાથે લીક કરવામાં આવ્યો છે તે બેન્ક ખાતમાંથી ફ્રોડ થયો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : વ્યાજખોર મિત્રોના ત્રાસથી કંટાળી આધેડે ભર્યું એવું પગલું જાણી રૂવાંડા ઊભા થઈ જશે!

Advertisement

તપાસ બાદ 24 કલાકમાં રૂપિયા પરત મળી જશે તેમ કહ્યું હતું

ભેજાબાજોએ ફરિયાદી સાથે અલગ-અલગ સમયે વીડિયો કોલ કર્યો હતો, જેમાં તેઓ પોલીસની વર્દીમાં હતા અને પોલીસ સ્ટેશનમાં બેઠા હોય તે પ્રકાર દેખાતું હતું. ગઠિયાઓએ ફરિયાદીને કહ્યું કે, તમારા બેન્ક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા છે, તમારે પોલીસથી બચવું હોય અથવા ધરપકડથી બચવું હોય તો તમારે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે અને રૂપિયા આપવા પડશે અને આ રૂપિયા તમારી સામે થયેલા કેસની ઇન્વેસ્ટિગેશન પુરી થયાનાં 24 કલાક બાદ તમારા આ એકાઉન્ટમાં જમા થઈ જશે. આથી, ટુકડે-ટુકડે 14 લાખ ફરિયાદ પાસેથી પડાવ્યા હતા.

આ પણ વાંચો - Khyati Hospital નો વધુ એક 'કાંડ'! ઓપરેશન કર્યાનાં માત્ર 3 જ મહિનામાં 1 વ્યક્તિનું મોત

ધરપકડનો નકલી લેટર બતાવી રૂ. 14 લાખ પડાવ્યા

ભેજાબાજોએ ફરિયાદીને TRAI, CBI અને ધરપકડનો નકલી લેટર પણ મોકલ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા ફરિયાદીએ તાત્કાલિક સાઇબર પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે છેતરપિંડી આચરી રૂ. 14 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાઇબર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Vadodara : BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે મોટા સમાચાર, 10 પોલીસકર્મી સામે આકરી કાર્યવાહી!

Tags :
Advertisement

.

×