ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nagpur હિંસા બાદ સાયબર પોલીસ સખ્ત, 506 વાંધાજનક પોસ્ટ હટાવી, 8 કેસ નોંધાયા

પોલીસ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X (ટ્વિટર) અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર સાયબર પેટ્રોલિંગ કરી રહી છે. જો કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપ પર કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવશે તો ગ્રુપ એડમિનને પણ ફોજદારી રીતે જવાબદાર ગણવામાં આવશે.
08:21 AM Mar 19, 2025 IST | MIHIR PARMAR
પોલીસ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X (ટ્વિટર) અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર સાયબર પેટ્રોલિંગ કરી રહી છે. જો કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપ પર કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવશે તો ગ્રુપ એડમિનને પણ ફોજદારી રીતે જવાબદાર ગણવામાં આવશે.
Cyber ​​police tightened after Nagpur violence g first

Nagpur violence : ઔરંગઝેબ કબર વિવાદ બાદ છત્રપતિ સંભાજીનગર શહેર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ આઠ કેસ નોંધવામાં આવ્યા છે. સાયબર પોલીસે સોશિયલ મીડિયા પર કુલ 506 વાંધાજનક પોસ્ટ હટાવી હતી. તેમજ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X (ટ્વીટર) અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર પોલીસ સાયબર પેટ્રોલિંગ કરી રહી છે. જો કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપ પર કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવશે તો ગ્રુપ એડમિનિસ્ટ્રેટરને પણ ફોજદારી રીતે જવાબદાર ગણવામાં આવશે.

મહારાષ્ટ્રના નાગપુરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને હટાવવાની માગણીના વિરોધ દરમિયાન પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કેટલાક અધિકારીઓ સામે કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો છે.

VHP અને બજરંગ દળ સામે કેસ દાખલ

પોલીસે જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને ગોવાના VHPના પ્રભારી સચિવ ગોવિંદ શેંડે અને અન્ય લોકો વિરુદ્ધ ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે મધ્ય નાગપુરના મહલ વિસ્તારમાં ચિટનીસ પાર્કમાં હિંસા ફાટી નીકળી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક અફવા ફેલાઈ હતી કે ઔરંગઝેબની સમાધિને હટાવવાની માંગને લઈને એક સમુદાયના ધાર્મિક ગ્રંથને બાળવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  Supreme Court: બૂથવાર મતદાન ટકાવારી અપલોડ કરવા માટે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું ? વાંચો વિગતવાર

વિરોધ કરનારાઓ સામે ફરિયાદ દાખલ

તેમણે કહ્યું કે આંદોલન પછી, વિરોધીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમના પર એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગણેશપેઠ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે, VHP અને બજરંગ દળના અધિકારીઓ સામેની FIRમાં અમોલ ઠાકરે, ડૉ. મહાજન, તાયણી, રજત પુરી, સુશીલ, વૃષભ આર્ચેલ, શુભમ અને મુકેશ બારાપાત્રેના નામ પણ સામેલ છે.

ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે શહેરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ પોલીસે મંગળવારે સવારે લગભગ 4.30 વાગ્યે કર્ફ્યુ લાદ્યો હતો. તેમણે કહ્યું કે કોટવાલી, ગણેશપેઠ અને લાકડાગંજ સહિત અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યાં ફક્ત જરૂરી હિલચાલની મંજૂરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો શહેરના 11 અત્યંત સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સમગ્ર શહેરમાં નાકાબંધી લાદવામાં આવી છે.

આ પણ વાંચો :  Nagpur માં કેમ ફાટી નીકળી હિંસા, શું હતી અફવા, કેવી રીતે સળગ્યું શહેર, જાણો વિગતે

Tags :
bajrangdalCurfewInNagpurcyberpoliceCyberSecurityGujaratFirstlawandorderMaharashtramaharashtranewsMihirParmarNagpurCurfewNagpurNewsNagpurViolenceObjectionablePostspoliceactionReligiousHarmonyReligiousSentimentsSocialMediaRegulationVHP
Next Article