Ahmedabad : નોકરીની લાલચે ડોક્યુમેન્ટ લઈને ખરીદતા સીમકાર્ડ, સાઇબર ક્રાઈમ કરતી ચાઈનિઝ ગેંગને વેચતા
- Ahmedabad : ચાઈનીઝ ગેંગને 2500 સીમ કાર્ડ વેચનારા બે આરોપી પકડાયા
- 86 લાખની છેતરપીંડી કેસ : સીમ કાર્ડ વેપાર કરતા આરોપીઓની ધરપકડ
- ચાઈનીઝ સાયબર ગેંગના સહયોગી : મુંબઈ એરપોર્ટ પર સીમ કાર્ડ પહોંચાડતા બે વ્યક્તિ ઝડપાયા
- સાયબર તપાસમાં મોટો ખુલાસો : નોકરીની લાલચથી લોકોના ડોક્યુમેન્ટ્સ વાપરીને સીમ કાર્ડની ખરીદી અને ગેરકાયદેસર કામ માટે વેચાણ
- Ahmedabad પોલીસની સફળતા : ચાઈનિઝ ગેંગને સીમ કાર્ડ પૂરા પાડતા આરોપીઓના ભૂતકાળના કેસ સામે આવ્યા
Ahmedabad : અમદાવાદમાં સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ચાઈનિઝ સાયબર ગેંગને સીમ કાર્ડ પૂરા પાડતા બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. આ કેસ 86.22 લાખ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ પરથી શરૂ થયો હતો, જેની તપાસ દરમિયાન આ બે શંકાસ્પદ વ્યક્તિઓ સામે આવ્યા હતા. આરોપીઓએ બોગસ કંપનીઓ બનાવીને હજારો સીમ કાર્ડ મેળવ્યા અને તેને ચાઈનીઝ ગેંગને વેચી દીધા હતા. આ ગેંગ આ સીમ કાર્ડનો ઉપયોગ વિવિધ સાયબર છેતરપીંડીઓ માટે કરતું હતું.
કેસની વિગતો : બોગસ કંપનીઓ અને સીમ કાર્ડનો વેપાર
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ અન્ય વ્યક્તિઓના નામે બોગસ કંપનીઓ ઉભી કરી હતી અને તેના દ્વારા કોર્પોરેટ સીમ કાર્ડ મેળવ્યા હતા. તેઓએ લોકોને નોકરીની લાલચ આપીને તેમના ડોક્યુમેન્ટ્સ મેળવતા હતા. તે પછી જેના આધારે બોગસ કંપનીઓ રજિસ્ટર કરીને સીમ કાર્ડ ખરીદવામાં આવતા હતા. કુલ 2500થી વધુ સીમ કાર્ડ આવી રીતે તૈયાર કરીને ચાઈનીઝ સાયબર ગેંગને પહોંચાડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આરોપીઓએ 350 રૂપિયાની કિંમતના સીમ કાર્ડને 600થી 700 રૂપિયામાં વેચ્યા હતા, જેનાથી તેમને મોટો નફો થયો હતો.
આ પણ વાંચો- Ahmedabad : AMC નોકર મંડળના કર્મચારીઓનો વ્યાપક વિરોધ : પોતાના હકોની કરી માંગણી
આ સીમ કાર્ડોની ડિલિવરી મુંબઈ એરપોર્ટ પર નિર્ધારિત જગ્યાએ ચાઈનિઝ ગેંગના સભ્યોને કરવામાં આવતી હતી. આરોપીઓ છેલ્લા 2-3 મહિનાથી આ વેપાર કરી રહ્યા હતા, જેના કારણે અનેક સાયબર છેતરપીંડીઓ બની હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસને આ બે આરોપીઓના નામ મળ્યા, જેમની તરત જ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓની ઓળખ અને ભૂતકાળના કેસ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બીવલીમાં રહેતા ઋષિકેશ ઉર્ફે ઋષભ જયકર અને કર્ણાટકના બેલગામમાં રહેતા સુરેશ ગુડીમનીનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે, જેનાથી તેમની સાયબર જગતમાં લાંબા સમયની સંડોવણી સામે આવી છે. પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે.
આ ઘટના સાયબર ક્રાઇમના વધતા જોખમને દર્શાવે છે, જ્યાં નાની લાલચથી લોકો મોટા નેટવર્કના ભાગ બની જાય છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી આ ગેંગના કાર્યો પર અંકુશ લગ્યો છે, અને લોકોને સાયબર સુરક્ષા વિશે સજાગ રહેવાની અપીલ કરાઈ છે.
આ પણ વાંચો- Gondal : ગોંડલ યાર્ડનાં ચેરમેન અને BJP નેતા અલ્પેશ ઢોલરીયાએ વૃદ્ધ દંપતીને દત્તક લીધું