પશ્ચિમ કચ્છમાં લેન્ડ ફોલ અને જામનગર, દ્વારકા, પોરબંદરમાં વિનાશક અસરની આશંકા
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપી રોચક માહિતી બિપોરજોય વાવાઝોડુ પશ્ચિમ કચ્છમાં લેન્ડ ફોલ થશે અત્યાર સુધી બિપોરજોય વાવાઝોડાએ 11 વખત દિશા બદલી વાવાઝોડુ 400 કિમી દુરહતું ત્યારે 10 વખત દિશા બદલી આજે સવારે 340 કિમી દુર હતું ત્યારે ગુજરાત...
Advertisement
- હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપી રોચક માહિતી
- બિપોરજોય વાવાઝોડુ પશ્ચિમ કચ્છમાં લેન્ડ ફોલ થશે
- અત્યાર સુધી બિપોરજોય વાવાઝોડાએ 11 વખત દિશા બદલી
- વાવાઝોડુ 400 કિમી દુરહતું ત્યારે 10 વખત દિશા બદલી
- આજે સવારે 340 કિમી દુર હતું ત્યારે ગુજરાત તરફ ફંટાયુ
- કચ્છમાં વધુ વરસાદ અને લેન્ડીંગ વખતે પવનની સ્પીડ 120થી 135 કિમી થઇ શકે
- વાવાઝોડાની આંખ પશ્ચિમ કચ્છ અને પાકિસ્તાન તરફ ઝુકે છે
- વાવાઝોડાનો બાકીનો હિસ્સો જુનાગઢ, પોરબંદર, જામનગર દ્વારકા પરથી પસાર થશે
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું જેમ જેમ આગળ ધપી રહ્યું છે તેમ તેમ ગુજરાતવાસીઓની ધડકન તેજ બની રહી છે. અત્યારે જે સ્થિતી જોવા મળી રહી છે તે જોતાં વાવાઝોડુ પશ્ચિમ કચ્છમાં લેન્ડ ફોલ થઇ શકે છે અને ત્યારે ત્યાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકે હોઇ શકે છે.
બિપોરજોય વાવાઝોડુ કઇ રીતે ઉદ્ભવ્યું
ગુજરાત ફર્સ્ટે બિપોરજોય વાવાઝોડા વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાતચીત કરી હતી. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સમુદ્રમાં જ્યારે તાપમાન 28 કિમી કરતાં ઉંચું હોય ત્યારે વરસાદી સિસ્ટમ સર્જાય છે અને તેમાંથી વાવાઝેડું એટલે કે ચક્રાવાત બનવાની શક્યતા વધી જાય છે અને આ રીતે બિપોરજોય વાવાઝોડુ ઉદ્ભવ્યું છે અને તે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાએ અત્યાર સુધી 11 વખત ટર્ન લીધો
પરેશ ગોસ્વામીએ કહ્યું કે બિપોરજોય વાવાઝોડાએ અત્યાર સુધી 11 વખત ટર્ન લીધો છે. વાવાઝોડુ અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં ગુજરાતથી 400 કિમી દુર હતું ત્યારે 10 વખત ટર્ન થયું હતું અને સોમવારે સવારે જ્યારે 340 કિમી દુર હતું ત્યારે તેણે 11મી વખત ટર્ન લીધો છે.
વાવાઝોડું હવે પશ્ચિમ કચ્છ વિસ્તારમાં લેન્ડ ફોલ થશે
બિપોરજોય વાવાઝોડાની મૂવમેન્ટ ઉપર નજર રાખી રહેલા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં કહ્યું કે બિપોરજોય વાવાઝોડું હવે પશ્ચિમ કચ્છ વિસ્તારમાં લેન્ડ ફોલ થશે અને હવે તેમાં ફેરફાર થવાની સંભાવના એકદમ ઓછી છે.
વાવાઝોડાની આંખ પશ્ચિમ કચ્છ અને પાકિસ્તાન તરફ ઝુકાવ કરે છે
તેમણે એમ પણ કહ્યું કે વાવાઝોડાની આંખ પશ્ચિમ કચ્છ અને પાકિસ્તાન તરફ ઝુકાવ કરે છે પણ તેના સાઇડ જુનાગઢ, પોરબંદર, જામનગર અને દ્વારકા પરથી પસાર થશે અને ત્યાં પવનની સ્પીડ 70થી 90 કિમી અને ત્યારબાદ 100 સુધી જઇ જશે. તેમણે એમ પણ કહ્યું કે દ્વારકા, જામનગર જિલ્લામાં લેન્ડફોલ જેટલું નુકશાન થવાની ભીતિ છે અને ત્યાં સૌથી વધુ વરસાદ પડશે અને ત્યાં 100થી 120 સુધીની પવનની સ્પીડ રહેશે. કચ્છમાં અત્યંત વધુ વરસાદ થશે. વાવાઝોડુ જ્યારે લેન્ડ થશે ત્યારે પવનની સ્પીડ 120થી 135 કિમી અને ઝટકાના પવનની સ્પીડ 150 કિમી થઇ શકે છે. વાવાઝોડામાં કચ્છ જામનગર અને દ્વારકામાં સૌથી વધુ નુકશાન થઇ શકે તેમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો----અંબાલાલ પટેલની આગાહી, આ વાંચીને તમે ચોંકી જશો


