Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમિલનાડુમાં Cyclone Ditwah ની અસર, ભારે વરસાદના લીધે 4 લોકોના મોત,ખેતી અને મકાનોને ભારે નુકસાન!

તમિલનાડુમાં ચક્રવાત દિત્વાહ નબળો પડવા છતાં ભારે વરસાદને કારણે 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,601 ઘરો નુકસાન થયું છે. જયારે 582 પશુઓના મોત. કૃષિ ક્ષેત્રમાં 85,500 હેક્ટર પાકને નુકસાન થયું છે, ચેન્નાઈમાં 154 રાહત શિબિરો અને 11 NDRF ટીમો તૈનાત છે.ચક્રવાતની અસર તમિલનાડુમાં હાલ પણ જોવા મળી રહી છે.
તમિલનાડુમાં cyclone ditwah ની અસર  ભારે વરસાદના લીધે 4 લોકોના મોત ખેતી અને મકાનોને ભારે નુકસાન
Advertisement
  • તમિલનાડુમાં ચક્રવાત દિત્વાહની જોવા મળી અસર  (Cyclone Ditwah Effect)
  • ભારે વરસાદના લીધે 4 લોકોના મોત 
  • ચક્રવાતના લીધે અનેક મકાનોને નુકસાન અને 582 પશુઓના મોત

Cyclone Ditwah: તમિલનાડુના દરિયાકાંઠા નજીક ચક્રવાત 'દિત્વાહ' (Ditwah) નબળો પડી ગયો છે, પરંતુ તેની અસરને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે જાનમાલના નુકસાન અંગે લેટેસ્ટ માહિતી જાહેર કરી છે. રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે.કે.એસ.એસ. રામચંદ્રને જણાવ્યું કે મયલાદુથુરાઈ અને વિલુપ્પુરમમાં વીજળીના અકસ્માતોને કારણે 2 લોકોના મોત થયા હતા, જ્યારે થુથુકુડી અને તંજાવુરમાં દિવાલ ધરાશાયી થવાથી અન્ય 2 લોકોના મોત થયા હતા. મંત્રીના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને ચક્રવાતને કારણે 582 પશુઓ મૃત્યુ પામ્યા હતા અને 1,601 ઘરો અને ઝૂંપડીઓને નુકસાન થયું છે.

Cyclone Ditwah : તમિલનાડુમાં ભારે નુકસાન

નોંધનીય છે કે ચક્રવાત અને ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. મંત્રીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં પ્રથમ ચોમાસા દરમિયાન તિરુવરુર, નાગપટ્ટીનમ, કુડ્ડલોર અને તંજાવુર જિલ્લામાં 85,500 હેક્ટર પાકને નુકસાન થયું હતું. સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર ₹20,000 વળતરની જાહેરાત કરી છે. જોકે, ખેડૂતોનું નુકસાન ઘણું વધારે છે. તિરુવરુર જિલ્લાના એક 35 વર્ષીય ખેડૂતે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે તેમના ડાંગરના ખેતરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે, અને અત્યાર સુધીમાં પ્રતિ એકર ₹35,000 ખર્ચાયા છે. તેમણે વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાનું પણ જણાવ્યું, જેના કારણે પાકને વારંવાર નુકસાન થાય છે.

Advertisement

Advertisement


Cyclone Ditwah :  NDRFની 11 ટીમો કાર્યરત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત દિત્વાહ મંગળવાર સાંજ સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બની ગયું છે અને તે તમિલનાડુ-પુડુચેરી કિનારા તરફ દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધતાં ધીમે ધીમે ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. મંત્રી રામચંદ્રને ખાતરી આપી કે સરકાર સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે. ચેન્નાઈમાં 154 રાહત શિબિરો તૈયાર છે, અને રાહત કાર્ય માટે 11 NDRF ટીમો, જેમાં કુલ 330 કર્મચારીઓ સામેલ છે, તેમને તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: DRDOએ ફાઈટર પ્લેનની 'Escape System'નું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ ,ભારત માટે મોટી સિદ્વિ

Tags :
Advertisement

.

×