Cyclone Fengal મોટાપાયે વિનાશ લાવશે?, IMD એ જાહેર કર્યું અપડેટ...
- ગાઢ ધુમ્મસ સાથે શિયાળાનું આગમન થયું
- અનેક રાજ્યોમાં Cyclone એલર્ટ જારી કરાયું
- Cyclone Fengal ને લઈને IMD એ આપ્યું અપડેટ
દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સાથે શિયાળાનું આગમન થયું છે, ત્યારે કેટલાક રાજ્યોમાં ચક્રવાત (Cyclone) એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોરદાર પવન ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં ડીપ પ્રેશર ચક્રવાતી તોફાન (Cyclone)માં ફેરવાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંગે ચેતવણી જાહેર કરી છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ ક્ષેત્ર ઊંડા દબાણમાં ફેરવાઈ ગયું છે. તે 27 નવેમ્બરે ચક્રવાતી તોફાન (Cyclone)માં વધુ તીવ્ર બનશે. આ ચક્રવાતી તોફાનને 'Cyclone Fengal' નામ આપવામાં આવ્યું છે. આ પછી, તે આગામી 2 દિવસ દરમિયાન શ્રીલંકાના દરિયાકાંઠે તમિલનાડુના દરિયાકાંઠા તરફ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે, જેના કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ થશે. ઉપરાંત, 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.
આ રાજ્યોમાં વાદળો ફાટશે...!
IMD એ ભારે વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તામિલનાડુ અને પુડુચેરીમાં 27 થી 30 નવેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 27 મી નવેમ્બરે કેરળ અને માહેમાં વાદળો છવાયેલા રહેશે. 28-30 નવેમ્બર દરમિયાન આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમામાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 28 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો : Rahul Gandhi ના કાર્યક્રમમાં થયું એવું કે મચ્યો હોબાળો... Video
80 કિમીની ઝડપે જોરદાર પવન ફૂંકાશે...
27 મીએ સવાર સુધી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે 70 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. 27 મીથી 29 મી નવેમ્બરની સાંજ સુધી બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે 80 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. 27-29 નવેમ્બરની વચ્ચે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે, જેની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં Cyclone Fengal ની અસર જોવા મળશે નહીં.
આ પણ વાંચો : Rajya Sabha ની 6 બેઠકો માટે 20 ડિસેમ્બરે મતદાન, NDA ની તાકાત વધશે...
જાણો શું કહ્યું હવામાન વિભાગે (IMD)?
ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિયામક ડૉ. એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે અત્યાર સુધીની પરિસ્થિતિ મુજબ, સોમવારનું ડિપ્રેશન આજે સવારે ડીપ ડિપ્રેશનમાં પરિણમ્યું હતું. તે ચક્રવાતી તોફાન (Cyclone)માં વધુ તીવ્ર બને અને તમિલનાડુ કિનારે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Maharashtra : કેન્દ્રિય મંત્રીના દાવાથી ખળભળાટ, આ નામ મહારાષ્ટ્રના સીએમ માટે ફાઇનલ