Cyclone:90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન,આ રાજ્યમાં મચાવશે તાંડવ!
- દક્ષિણ-પશ્ચિમમાં ચક્રવાતનું સંકટ
- આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ સંભાવના
- માછીમારોને દરિયાથી દૂર રહેવાની સૂચના
Cyclone Fengal:દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવા(Cyclone Fengal)તી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આ જાણકારી આપી. 'ફેંગલ' (Fengal) નામનું ચક્રવાતી તોફાન 30 નવેમ્બરની બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે.
શનિવારે બપોરે ટકરાશે
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ કહ્યું કે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં બનેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. વર્તમાનમાં આ સિસ્ટમ ચેન્નઈથી 380 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રીત છે. એકવાર તે તોફાનમાં પરિવર્તિત થઈ જાય તો તેના ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની અને શનિવારે બપોર સુધી કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે.
🚨 FENGAL CYCLONE
Chennai, Kanchipuram, Thiruvallur & Chengalpattu Districts Schools and Colleges Tomorrow Holiday.
- IT companies instruct employees to work from home. #ChennaiRains #CycloneFengal #WeatherUpdate #RainUpdate #RedAlert pic.twitter.com/WsiOXwFH8F
— Yaseen (@tvk_yaseen) November 29, 2024
આ જગ્યાએ પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાનને સત્તાવાર રીતે ફેંગલ (Cyclone Fengal)નામ આપવામાં આવ્યું છે. શુક્રવાર અને શનિવારે દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને રાયલસીમાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આ સાથે નેલ્લોર, ચિત્તૂર, તિરૂપતિ અને અન્નામય્યા જેવા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો -Maharashtra:શિવસેનાના આ નેતા બની શકે છે Dy.CM
માછીમારોને દરિયાથી દૂર રહેવાની સૂચના
હવામાન વિભાગે દક્ષિણી દરિયાઈ ક્ષેત્રોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની હવાઓ ચાલવાની ચેતવણી જાહેર કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં છે તેને તત્કાલ કિનારા પર પરત ફરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -Accident:મહારાષ્ટ્રમાં બાઇકચાલકને બચાવવા જતાં બસ પલટી,12 લોકોનાં મોત
પોર્ટ માટે ખાસ એલર્ટ જાહેર
ચક્રવાતી તોફાન ફેંગલને કારણે આંધ્ર પ્રદેશના કૃષ્ણાપટ્ટનમ અને નિઝામપટ્ટનમ પોર્ટ પર ફેઝ 3ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશના અન્ય પોર્ટ પર ફેઝ-1નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.