ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Unseasonal rain : ગુજરાતમાં માવઠું હજુ 3 દિવસ મચાવશે હાહાકાર : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણમાં યલો, અમદાવાદમાં હળવો વરસાદ

Unseasonal rain : ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે, આ વચ્ચે એક વખત ફરીથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતા છે, જો આ વચ્ચે અન્ય કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો માવઠાના દિવસો લંબાઈ પણ શકે છે. તેથી રાજ્યના અન્ય ખેડૂતો ઉપર પણ સંકટના વાદળો છવાયેલા છે. જે આગામી દિવસોમાં સર્વત્ર નુકશાન વેરી શકે છે.
04:42 PM Oct 31, 2025 IST | Mujahid Tunvar
Unseasonal rain : ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે, આ વચ્ચે એક વખત ફરીથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતા છે, જો આ વચ્ચે અન્ય કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો માવઠાના દિવસો લંબાઈ પણ શકે છે. તેથી રાજ્યના અન્ય ખેડૂતો ઉપર પણ સંકટના વાદળો છવાયેલા છે. જે આગામી દિવસોમાં સર્વત્ર નુકશાન વેરી શકે છે.

Unseasonal rain : ગુજરાતમાં કમોસમી વરસાદનું તાંડવ હજુ ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણ (ડિપ્રેશન)ને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જારી થયો છે. આ વરસાદથી પહેલેથી જ ખેડૂતોના ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે. હવે વધુ વરસાદની આગાહી કરવામાં આવતી આગામી દિવસોમાં ખેડૂતોની સ્થિતિ વધારે કફોડી બની શકે છે.

IMDની આગાહી મુજબ, આજથી 2 નવેમ્બર સુધીમાં ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કાર્યરત રહેશે. આ વિસ્તારોમાં 24 કલાકમાં 115.6 મિ.મી.થી વધુ વરસાદ પડવાની શક્યતા છે, જેમાં ગાજવીજ અને ભારે પવન પણ સામેલ હશે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લાઓમાં યલો એલર્ટ જારી થયો છે, જ્યાં 64.5 મિ.મી.થી 115.5 મિ.મી. વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, જેમાં 7.6 મિ.મી.થી 35.5 મિ.મી. વરસાદ થઈ શકે છે.

આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે મગફળી, કપાસ અને અન્ય ખરીફ પાકોને વધુ નુકસાન થવાની આશંકા છે. સરકારે વળતર અને રાહતની વ્યવસ્થા કરવા માટેની જાહેરાત કરી છે.

આ વરસાદી માહોલને કારણે રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કર્યું છે. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી છે. તેઓએ જણાવ્યું કે, "સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી." કચ્છ અને સૌરાષ્ટ્રમાં પહેલેથી જ કેટલાક વિસ્તારો જળમગ્ન થયા છે, અને વરસાદ વધવાથી વધુ તારાજીની શક્યતા છે.

માછીમાર વર્ગને પણ ચેતવણી આપવામાં આવી છે. IMDએ આગામી 3 દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે, તેથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. ગુજરાતમાં ઓક્ટોબરમાં સામાન્ય કરતાં બમણો વરસાદ થયો છે, જેનાથી ચોમાસાની યાદ તાજી થઈ ગઈ છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 2 નવેમ્બર પછી વરસાદમાં ઘટાડો આવશે, અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધારો થશે.

આ પણ વાંચો- Gandhinagar : ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી રદ, ગુજકોમાસોલના ચેરમેન સંઘાણીએ કેમ સરકાર સામે વ્યક્ત કરી નારાજગી?

Tags :
#Farmerloss#SaurashtraOrangeGujaratRainIMDAlertmavathuunseasonal rain
Next Article