બંગાળની ખાડીમાં 'મોન્થા' વાવાઝોડું સક્રિય, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ હાઈએલર્ટ
- બંગાળની ખાડીમાં 'Montha' વાવાઝોડું સક્રિય
- ઓડિશા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં એલર્ટ
- 110 કિમીની ઝડપે 28 ઓક્ટોબરે ત્રાટકશે 'મોન્થા'
- મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે ટકરાશે
- વાવાઝોડા પહેલા ઓડિશામાં અપાયું હાઈએલર્ટ
- તેલંગાણામાં પણ ભારે વરસાદની કરાઈ આગાહી
- માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના
બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું દબાણ હવે 'મોન્થા' વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે, જે હવે તીવ્ર ચક્રવાતી વાવાઝોડા (Severe Cyclonic Storm) માં ફેરવાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટ અનુમાન મુજબ, આ વાવાઝોડું મંગળવારે, 28 ઓક્ટોબર ની સાંજ અથવા રાત સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાકીનાડા નજીક, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે ત્રાટકશે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 90 થી 100 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે, જે વધીને 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
બંગાળની ખાડીમાં Monthaવાવાઝોડું સક્રિય
આ વાવાઝોડાની ગંભીર અસર મુખ્યત્વે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર જોવા મળશે, જ્યારે પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સહિત તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 27 થી 29 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. IMD દ્વારા આંધ્ર પ્રદેશના ૨૩ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેવી જ રીતે, ઓડિશા સરકારે પણ દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે અને સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
Montha: માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના
સલામતીના ભાગરૂપે, દરિયાકાંઠાના રાજ્યોના માછીમારોને બંગાળની ખાડીમાં દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ (NDRF), સેના અને કોસ્ટ ગાર્ડની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને શૂન્ય જાનહાનિ થાય તે માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ભારતમાં પ્રથમ વખત APAC-AIG વિમાન અકસ્માત તપાસકર્તાઓની આતંરરાષ્ટ્રીય બેઠકનું થશે આયોજન