Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dabhoi સબ રજીસ્ટારની કચેરી ડભોઈની ઘોર બેદરકારી સામે આવી, આના માટે જવાબદાર કોણ?

Dabhoi: ડભોઇ સેવા સદન ખાતે આવેલ સબ રજીસ્ટર ઓફિસની બહાર પ્રજાના કેટલાક ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ અને કગળો રસ્તે રઝડતાં જોવા મળી આવ્યાં હતાં. સરકારશ્રી દ્વારા જરૂરી પુરાવાને સરકારી ઓફિસોમાં એકત્રિત કરીને આ રીતે રઝળતાં મૂકી દેવામાં આવે છે. જો આ આમ...
dabhoi સબ રજીસ્ટારની કચેરી ડભોઈની ઘોર બેદરકારી સામે આવી  આના માટે જવાબદાર કોણ
Advertisement

Dabhoi: ડભોઇ સેવા સદન ખાતે આવેલ સબ રજીસ્ટર ઓફિસની બહાર પ્રજાના કેટલાક ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ અને કગળો રસ્તે રઝડતાં જોવા મળી આવ્યાં હતાં. સરકારશ્રી દ્વારા જરૂરી પુરાવાને સરકારી ઓફિસોમાં એકત્રિત કરીને આ રીતે રઝળતાં મૂકી દેવામાં આવે છે. જો આ આમ જનતાનાં ડોક્યુમેન્ટસનો કોઈ દુરુપયોગ થાય તો તે માટે જવાબદાર કોણ?

અરજદારોના ડોક્યુમેન્ટની સરકારી બાબુઓને ચિંતા નથી?

સરકારી આધાર પુરાવા માટે અરજદારોએ આપેલા ડોક્યુમેન્ટ્સ કે જે,અધિકારીઓના ભરોસે આપે છે. આ અધિકારીઓને પોતાની જવાબદારીની કંઈ પડેલી નથી. એટલું જ નહીં પરંતુ સમગ્ર ઘટના બાબતે પણ સત્તાધિશ અધિકારીઓ બહાનાં બાજી કરતા હોય તેમ જણાઈ આવ્યું હતું. જેનો મળતી માહિતી મુજબ આ કાગળોમાં 2018 ના ઈનપુટ સીટો હોવાનું જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું. પરંતુ ઇનપુટ સીટોની સાથે અરજદારોના કેટલાક આધાર પુરાવા પણ તેમાં સામેલ હતાં. જો આધાર પુરાવાનો કોઈ જગ્યાએ દુરુપયોગ થાય તો તેનું જવાબદાર કોણ? સરકારી ઓફિસમાં પણ જો આ પ્રમાણેની લાપરવાહી જોવા મળતી હોય તો બીજું કહેવું જ શું?

Advertisement

સેવાસદનના કમ્પાઉન્ડમાં દસ્તાવેજી કાગળો

સેવા સદનના કમ્પાઉન્ડમાં કેટલાક કામ અર્થે સબરજીસ્ટર ઓફિસમાં દસ્તાવેજી પુરાવા માટે આપેલ ડોક્યુમેન્ટસ સેવાસદના પડેલ કચરાપેટીમાં રઝડતાં જોવા મળ્યાં હતાં. પરંતુ આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ સત્તાધીશ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતાં. એટલું જ નહીં પરંતુ આ રઝડતાં કાગળો કોણે ફેંક્યા? તે બાબતે સત્તાધીશ અધિકારીઓ પણ બોલવા કે પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી.

Advertisement

ડોક્યુમેન્ટ્સનો નાશ ના થયો

ડભોઇ (Dabhoi)સેવાસદન ખાતે આવેલ સબ રજીસ્ટરની ઓફિસના પાછળનાં ભાગે પેટીમાં અરજદારોના કેટલાક વ્યક્તિગત ડોક્યુમેન્ટ રઝડતી હાલતમાં જોવા મળ્યા હતાં. પરંતુ આ સરકારી અધિકારીઓ આ ડોક્યુમેન્ટસનો નાશ કરવાની જગ્યાએ રઝડતા મૂકી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તાલુકા કક્ષાનું પ્લેસ હોવા છતાં પણ સબ રજીસ્ટર ઓફિસમાં ડોક્યુમેન્ટ સ્ક્રેપ કરવાના સાધનો પણ નથી.

અહેવાલઃપીન્ટુ પટેલ, ડભોઇ (વડોદરા)

આ પણ વાંચો: Banaskantha: સામાન્ય વરસાદ થતાની સાથે જ પુલ પર નદીનું વહેણ શરૂ, માર્ગ ધોવાતા લોકોને હાલાકી

આ પણ વાંચો: Dahod: નાણાના મેરીટથી થાય છે ભોજન સંચાલકની ભરતી! અહીં પણ માત્ર પૈસાની બોલબાલા

આ પણ વાંચો: Gandhinagar: ‘…પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

Tags :
Advertisement

.

×