VADODARA : ભુજ-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં AC નું કૂલિંગ નહી આવતા મુસાફરોનો હોબાળો
- કોચમાં કુલીંગ બિલકુલ નથી
- વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો હોબાળો
- એસીનું કુલીંગ નહી આવતા હોબાળો
VADODARA : ભુજ - દાદર એક્સપ્રેસ ટ્રેન (BHUJ DADAR EXPRESS TRAIN) માં એસી નું કૂલિંગ નહીં આવતા (AC ISSUE) મુસાફરોએ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર આવતા જ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોનું કહેવું છે કે, અમે દાદરથી બેઠા છીએ, ત્યાંથી ટ્રેનનું એસી કામ કરતું નથી. જેને પહલે ગરમીમાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે અમે રેલવે અધિકારીઓને જણાવ્યું તો તેઓ અમને મદદ કરવાની જગ્યાએ ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા રેલવે સ્ટેશન પર પણ એસીની સમસ્યાનો કોઇ નક્કર ઉકેલ આવી શક્યો ન્હતો.
કોચમાં કુલીંગ બિલકુલ નથી
ગરમીથી ત્રસ્ત મુસાફરનું કહેવું છે કે, અમે દાદર (મુંબઇ) થી બેઠા છીએ. દાદરથી જ ટ્રેનના કોચમાં કુલીંગ આવતું નથી. બધા સ્ટેશન પર ગાડી રોકાઇ ત્યાં એસીને રીપેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇ સફળતા મળી ન્હતી. સ્ટેશનના ઇન્ચાર્જ પોતાની જવાબદારીથી બચવા માટે આગળના સ્ટેશન પર થશે તેમ જણાવી રહ્યા છે. કોચમાં કુલીંગ બિલકુલ નથી. કુલીંગ નહીં હોય તો પણ અમે મજબુરીવશ જઇ રહ્યું છે. વર્ષ 2011 નો કોચ છે, રીપેર થતું નથી. અમે તેમને નવો કોચ જોડવા કહ્યું હતું. પરંતુ તેઓ તેમ કરી રહ્યા નથી.
અમે પરિવાર વાળા છીએ
મુસાફરે ઉમેર્યું કે, તેઓ અમને ખોટી માહિતી આપી રહ્યા છે. અમે અમારી વાત એકસૂરે મુકી તો, ઇન્ચાર્જ ખોટો આરોપ લગાવે છે કે, આ લોકો દારૂ પીને હંગામો કરી રહ્યા છે. અમારા ટ્રેનમાં કોઇ પણ વ્યક્તિએ દારૂ પીધો નથી. કોઇ પીધેલો મળે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરો. અમે પરિવાર વાળા છીએ. આ લોકો કોઇનું સાંભળતું નથી. નાના બાળકો રડી રહ્યા છે, પરંતુ પ્રસાશન અમારી કોઇ મદદ કરતું નથી.
આ પણ વાંચો --- VADODARA : નોકરી પર જતા માતા પુત્રને કાર ચાલકે ફંગોળ્યા, મહિલાની હાલત ગંભીર