Dahod : મોડી રાતે કપડાંની દુકાનમાં લાગી વિકરાળ આગ, ફાયરની 3 ગાડી તાબડતોબ પહોંચી
- Dahod માં જૂની કોર્ટ રોડ પર આગની ઘટના બની
- કપડાંની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી
- ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી
દાહોદમાં (Dahod) જૂની કોર્ટ રોડ પર મોડી રાતે આગ લાગવાની ઘટના બની હતી. કપડાંની દુકાનમાં અચાનક આગ લાગતા મોડી રાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ દુકાનનાં બે માળ સુધી પ્રસરી હતી. લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા 2 કલાકમાં 8 થી વઘુ વોટર બાઉઝર ખાલી થયા હતા. ઘટનાની જાણ થતાં DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો - Gujarat University: 16 કરોડના કૌભાંડી પ્રોફેસર કમલજીત લખતરિયાને કરાયા ટર્મિનેટ, વાંચો આ અહેવાલ
દુકાનનાં બે માળ સુધી વિકરાળ આગ પ્રસરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદનાં (Dahod) જૂની કોર્ટ રોડ પર આવેલી એક કપડાંની દુકાનમાં ગત રાતે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતા જોતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને આગ દુકાનનાં બે માળ સુધી પ્રસરી હતી. મોડી રાતે આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આ દુર્ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા દાહોદ ફાયરબ્રિગેડની (Dahod Fire Brigade) 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો - Ahmedabad: ઈસનપુરમાંથી નશામાં કાર ચલાવતા બિલ્ડર ધરપકડ, ગાડીમાંથી મળી આવ્યાં રોકડા 1 કરોડ રૂપિયા
આગ કાબૂમાં લેવા 2 કલાકમાં 8 વોટર બાઉઝર ખાલી કર્યાં
ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને 2 કલાકમાં 8 થી વધુ વોટર બાઉઝર ખાલી કર્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, દુકાનમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો હતો.
આ પણ વાંચો - Gujarat: રાજ્યના 25 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગૃહ વિભાગે આપ્યાં આદેશ