ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : સબજેલનાં જેલ અધિક્ષકને લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી લીધા!

Dahod સબજેલનાં જેલ અધિક્ષક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા કેદીને જામીન મળ્યા બાદ જેલ ખાતે શેરો મારવા માટે માંગી હતી લાંચ જામીન મળતા કેદીના ભાઈ જેલ ખાતે પહોંચતા 10 હજારની માગ કરી બીજા હપ્તાનાં 3000 લેતા પંચમહાલ ACB એ રંગેહાથ...
09:45 PM Oct 28, 2024 IST | Vipul Sen
Dahod સબજેલનાં જેલ અધિક્ષક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા કેદીને જામીન મળ્યા બાદ જેલ ખાતે શેરો મારવા માટે માંગી હતી લાંચ જામીન મળતા કેદીના ભાઈ જેલ ખાતે પહોંચતા 10 હજારની માગ કરી બીજા હપ્તાનાં 3000 લેતા પંચમહાલ ACB એ રંગેહાથ...
સૌજન્ય : Google
  1. Dahod સબજેલનાં જેલ અધિક્ષક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
  2. કેદીને જામીન મળ્યા બાદ જેલ ખાતે શેરો મારવા માટે માંગી હતી લાંચ
  3. જામીન મળતા કેદીના ભાઈ જેલ ખાતે પહોંચતા 10 હજારની માગ કરી
  4. બીજા હપ્તાનાં 3000 લેતા પંચમહાલ ACB એ રંગેહાથ ઝડપી પાડયા

દાહોદમાં (Dahod) સબજેલનાં જેલ અધિક્ષક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. કેદીને જામીન મળ્યા બાદ જેલ ખાતે શેરો મારવો હોવાથી લાંચની માગણી કરી હતી. જો કે, પંચમહાલ એસીબીએ (Panchmahal ACB) લાંચ લેતા જેલ અધિક્ષકને રંગેહાથ ઝડપી લીધા હતા. બાતમી મળતા પંચમહાલ એસીબીએ ડોકી ખાતે આવેલી સબજેલ પર છટકું ગોઠવ્યું હતું. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Gandhinagar : 'ગો ગ્રીન', પ્લાસ્ટિક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘Gujarat Police’ ની અનોખી પહેલ

જામીન મળતા કેદીના ભાઈ પાસે 10 હજારની માગ કરી

દાહોદમાં (Dahod) સબજલનાં જેલ અધિક્ષકને લાંચ લેતા પંચમહાલ એસીબીએ રંગેહાથ ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર, દાહોદ સબજેલમાં કેદીને જામીન મળતા કેદીનો ભાઈ જેલ ખાતે પહોંચ્યો હતો. જો કે, સબજેલનાં જેલ અધિક્ષક ફિરોઝખાન મલેક એ કેદીનાં ભાઈ પાસે જેલ ખાતે શેરો મારવા માટે રૂ. 10 હજારની માગણી કરી હતી. આથી, કેદીનાં ભાઈએ 22 ઓક્ટોબરનાં રોજ રૂ. 7000 આપ્યા હતા અને રૂ. 3000 બાકી રાખ્યા હતા.

આ પણ વાંચો - Bhavnagar : સોની વેપારીને ફોન કરી બોગસ PSI એ કહ્યું - ચોરે તમારી દુકાનમાં..!

બીજા હપ્તાનાં 3000 લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડયા

આ મામલે પંચમહાલ ACB ને માહિતી મળતા ડોકી ખાતે આવેલ સબજેલ પર છટકું ગોઠવ્યું હતું. દરમિયાન, બીજા હપ્તાનાં 3000 લેતા સમયે જેલ અધિક્ષક ફિરોઝખાન મલેકને એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. આ મામલે ઝડપાયેલ લાંચિયા જેલ અધિક્ષક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - Ahmedabad : Waqf બોર્ડે AMC ની 31 જમીન પર કબજો કર્યો! લિગલ કમિટીની કાર્યવાહી તેજ

Tags :
Breaking News In Gujaratibribe caseCrime NewsDahodGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJail SuperintendentLatest News In GujaratiNews In GujaratiPanchmahal ACBsubjailSubjail Superintendent Feroze Khan Malek
Next Article