Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ
- શિક્ષકોની ભરતીમાં વધુ કે કૌભાંડ આવ્યું બહાર! (Dahod)
- દાહોદમાં આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં ઉમેદવારો પાસે રૂપિયાની માગણી
- આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને ધારાસભ્યનાં પિતા સામે ગંભીર આરોપ
- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયો ગંભીર આરોપ
Dahod : ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડના અનેક કિસ્સાઓ અગાઉ આપણી સમક્ષ આવી ચૂકી છે પરંતુ, હવે દાહોદમાંથી (Dahod) ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્વારા આરોપ કરાયો છે કે જનતાની સેવા કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિનાં પિતા અને આશ્રમશાળાનાં ટ્રસ્ટી દ્વારા શિક્ષક પદ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ અંગેનાં કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
દાહોદની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ!
જણાવી દઈએ કે, રાજ્યમાં આદિજાતિનાં બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે અનેક વિસ્તારોમાં આશ્રમ શાળા (Ashram School) ચલાવવામાં આવી રહી છે. આ શાળાઓ માટે પ્રમાણિક, લાયક વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક મળે તે માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયામાં (Teacher's Recruitment) કોઈ ભ્રષ્ટાચાર કે ગેરરીતી ના થાય તે માટે સંચાલન અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટાયેલ પ્રતિનિધિ અને સંબંધિત અધિકારીની હોઈ છે. પરંતુ, દાહોદમાં આશ્રમ શાળામાં શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ થયો છે અને તેનાં કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથાઓ ક્યારે પકડાશે ? લોકોમાં અનેક સવાલ
Dahod : શિક્ષકની ભરતીમાં ભ્રષ્ટાચાર 17 લાખ રૂપિયાની માંગ! | Gujarat First
દાહોદ ની આશ્રમ શાળા મા શિક્ષકની ભરતી મા ભ્રષ્ટાચાર કરાયો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાઠીવાડા કેદારનાથ આશ્રમ શાળા મા ભ્રષ્ટાચારનો આક્ષેપ
આ શાળામાં ગણિત વિજ્ઞાન નાં શિક્ષક… pic.twitter.com/ecZZZFLC3g— Gujarat First (@GujaratFirst) November 19, 2024
ધારાસભ્યનાં પિતા અને આશ્રમશાળાનાં ટ્રસ્ટી સામે ગંભીર આરોપ
વિદ્યાર્થી નેતા યુવરજાસિંહ જાડેજાનાં (Yuvrajsinh Jadeja) આરોપ મુજબ, દાહોદ જિલ્લાનાં (Dahod) ભાઠીવાડા તાલુકામાં આવેલ શ્રી કેદારનાથ આશ્રમ શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે જગ્યા બહાર પાડવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં ધારાધોરણ પ્રમાણે કેટલાક ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા. પરંતુ, નિમણૂકની વેળાએ પસંદગી પામેલ ઉમેદવારો પાસેથી રૂ. 17 લાખની માંગણી કરવામાં આવી હતી. આરોપ છે કે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી (પ્રમુખ) બચુભાઈ એન. કિશોરી દ્વારા પૈસાની આ માંગણી કરવામાં આવી હતી. માહિતી મુજબ, બચુભાઈ એન. કિશોરી વર્તમાન 132 દાહોદ વિધાનસભાનાં ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનાં પિતા છે. એવો પણ આરોપ છે કે, જ્યારે આશ્રમ શાળા પર તમામ આરોપોની સત્યતા તપાસતા હતા ત્યારે MLA નાં બોર્ડ સાથેની એક ગાડી પણ ત્યાં હજાર હતી.
આ પણ વાંચો - Valsad : મંદિરમાં અભિષેક કરતી વેળાએ અચાનક ઢળી પડ્યો શખ્સ અને થયું મોત!
નિષ્પક્ષતાથી તપાસ થયા તો મસમોટા નામોનો ખુલાસો થવાની વકી
આ સાથે એવો પણ આરોપ છે કે આ મામલે જો નિષ્પક્ષતાથી તપાસ કરવામાં આવે તો મસમોટા નામોનો ખુલાસો થઈ શકે છે. કારણ કે દાહોદની આશ્રમ શાળાઓમાં હાલમાં જ 100 જેટલા વિદ્યાસહાયક અને શિક્ષણસહાયકની ભરતીઓ કરવામાં આવી છે. આથી, આ કૌભાંડ ખૂબ જ મોટું અને ચોંકાવનારું હોય શકે છે. સાથે જ જવાબદારો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : આજે વધુ એક પોલીસકર્મી સસ્પેન્ડ, વસ્ત્રાપુર PI સામે પણ તપાસનો હુકમ!