Dahod : BJP નેતા પર 15 લોકોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો
- Dahod નાં ગરબાડાનાં ભાજપનાં મહામંત્રી પર જીવલેણ હુમલો
- મહામંત્રી હિતેશભાઈ સોલંકી પર તલવારનાં ઘા મારી હુમલો
- વિજાગઢ ગામે ગોચર જમીનમાં ટ્રેક બનાવવા મામલે હુમલો
- 15 ઉપરાંત લોકોએ તલવાર સહિત હથિયારો વડે હુમલો કર્યો
દાહોદનાં (Dahod) ગરબાડા તાલુકાનાં ભાજપનાં મહામંત્રી પર જીવલેણ હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ટ્રેક બનાવવા મામલે વિવાદ થતાં 15 જેટલા લોકોએ તલવારનાં ઘા મારીને ફરાર થયા હતા. ભાજપ નેતાને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Anand : 'અમારા દીકરાને પરત લાવી આપો...', સારસાનાં પ્રજાપતિ પરિવારની સરકારને ગુહાર!
ભાજપનાં મહામંત્રી પર જીવલેણ હુમલો
દાહોદનાં (Dahod) ગરબાડા તાલુકાનાં ભાજપનાં (BJP) મહામંત્રી હિતેશભાઈ સોલંકી પર કેટલાક લોકોએ તલવાર સહિત હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ મુજબ, વિજાગઢ ગામે પોલીસની ભરતી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગોચર જમીનમાં ટ્રેક બનાવવા મામલે અનબન થઈ હતી. આ ઝઘડાને લઈ 15 જેટલા લોકોએ હિતેશભાઈ સોલંકી (Hiteshbhai Solanki) પર તલવાર વડે હુમલો કર્યો હતો અને પછી ફરાર થયા હતા.
આ પણ વાંચો - Raj Shekhawat નો નવો વીડિયો આવ્યો સામે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અંગે કરી નવી જાહેરાત!
માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ
આ હુમલામાં હિતેશભાઈ સોલંકીના માથા અને હાથનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત હિતેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે બીજી તરફ આ મામલે સ્થાનિક પોલીસે (Dahod Police) ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે અને હુમલો કરનારાઓની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Surat : હોટેલ બાદ હવે ફરી એકવાર flight ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી!