Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : મંત્રી બચુ ખાબડના બંને પુત્ર વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી! કોર્ટમાં કરી અરજી

દાહોદ જિલ્લા પોલીસ (Dahod Police) ટીમે બચુભાઈ ખાબડનાં કૌભાંડી પુત્રોના જામીન રદ કરવા અરજી કરી છે.
dahod   મંત્રી બચુ ખાબડના બંને પુત્ર વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી  કોર્ટમાં કરી અરજી
Advertisement
  1. ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર! (Dahod)
  2. મંત્રી બચુ ખાબડના બંને પુત્ર વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
  3. ખાબડના કૌભાંડી પુત્રોના જામીન રદ કરવા અરજી કરી
  4. દાહોદ પોલીસ ઉપલી કોર્ટમાં તાત્કાલિક સ્ટે આપવા અરજી કરી

ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. મંત્રી બચુભાઇ ખાબડના (Bachubhai Khabad) પુત્ર વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દાહોદ જિલ્લા પોલીસ (Dahod Police) ટીમે બચુભાઈ ખાબડનાં કૌભાંડી પુત્રોના જામીન રદ કરવા અરજી કરી છે. પોલીસે જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની ઉપલી કોર્ટ સમક્ષ માગ કરી છે. સાથે જ જામીન રિવાઇઝની માગ પણ કરી છે. બંને આરોપીઓને આજે સવારે જ જામીન મળ્યા હતા.

આ પણ વાંચો - Kajal Maheriya : કાજલ મહેરિયા હવે ચૂંટણી મેદાને! લોકગાયિકાએ માંગી ટિકિટ

Advertisement

Advertisement

મંત્રી બચુ ખાબડના બંને પુત્રના જામીન રદ કરવા અરજી

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લા પોલીસ (Dahod Police) ટીમે મંત્રી બચુભાઇ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ (Balvant Khabad) અને કિરણ ખાબડની (Kiran Khabad) સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બંને આરોપીઓના જામીન રદ કરવા ઉપલી કોર્ટમાં અરજી કરી છે. સાથે જ પોલીસે જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની પણ માગ કરી છે. પોલીસે ઉપલી કોર્ટમાં જામીન રિવાઇઝ અને સ્ટેની માગ કરી છે. કોર્ટથી આજે સવારે મંત્રીના બંને પુત્રને જામીન મળ્યા હતા. રૂપિયા 50 હજારનાં બોન્ડ પર બંનેને આ જામીન મળ્યા હતા. જો કે, પોલીસની અરજી પર કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - Ahmedabad : હાથીજણમાં 4 મહિનાની બાળકી પર હુમલો કરનારા રોટવિલર ડોગનું નિધન, આ છે કારણ!

મનરેગા યોજનામાં ગેરરીતિ કરી કૌભાંડનો આરોપ

જણાવી દઈએ કે, દાહોદ જિલ્લાનાં (Dahod) ધાનપુર અને દેવગઢ બારીઆમાં મનરેગા યોજનાની ગેરરીતિ (MNREGA Scheme Scam) મામલે મંત્રી બચુભાઇ ખાબડનાં બે પુત્ર બળવંત ખાબડ (Balvant Khabad) અને કિરણ ખાબડની (Kiran Khabad) ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આ મામલે મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા મૌન ધારણ કરી લેતા અનેક સવાલ ઊભા થયા હતા. પરંતુ, વિવાદ વધતા બચુભાઇ ખાબડે મૌન તોડ્યું હતું અને પોતાનાં પુત્રનો બચાવ કર્યો હતો અને બંનેને ખોટા આરોપો હેઠળ ફસાવવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો - War Mock Drill : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સના DGP સહિતના અધિકારીઓની બેઠક

Tags :
Advertisement

.

×