ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod: ગરબાડાને મળી વિકાસની બમ્પર ભેટ, MLA Mahendrabhai Bhabhor ના હસ્તે 16 કરોડથી વધુના રસ્તાઓનું ખાતમુહૂર્ત

Dahod: ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર (MLA Mahendrabhai Bhabhor) દ્વારા ગરબાડા 133 વિધાનસભા વિસ્તારમાં 16 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નવીન રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. છેવાડાના અંતરિયાળ વિસ્તારોને જોડતા નવા રસ્તાઓની કામગીરી શરૂ થઈ છે જેના માટે ભાજપ પ્રમુખ પરિજીતસિંહ રાઠોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.
08:46 AM Dec 12, 2025 IST | Sarita Dabhi
Dahod: ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર (MLA Mahendrabhai Bhabhor) દ્વારા ગરબાડા 133 વિધાનસભા વિસ્તારમાં 16 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નવીન રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. છેવાડાના અંતરિયાળ વિસ્તારોને જોડતા નવા રસ્તાઓની કામગીરી શરૂ થઈ છે જેના માટે ભાજપ પ્રમુખ પરિજીતસિંહ રાઠોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.
dahod-(MLA Mahendrabhai Bhabhor- Gujarat first

Dahod: ગરબાડા 133 વિધાનસભામાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર (MLA Mahendrabhai Bhabhor) દ્વારા જે 16 કરોડથી વધુના રસ્તાઓ છે તેઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા માનવીને સરકારની રોડ રસ્તાની પાયાની સુવિધા મળી રહે તે માટે નવીન રસ્તા અને તૂટેલા રસ્તાના નવીનીકરણની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે.

 MLA Mahendrabhai Bhabhor ના હસ્તે બસ સ્ટેશનના નવીન રસ્તાનું ખાતમુહૂર્ત

આજે ગરબાડાની વર્ષો જૂની જે બસ સ્ટેશનની સમસ્યા છે તેના રસ્તાનો પણ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના (MLA Mahendrabhai Bhabhor) હસ્તે નારિયેળ ફોડીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 ગરબાડામાં ભવ્યથી અતિ ભવ્ય બસ સ્ટેશન બનશે

 ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરિજીતસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં ગરબાડા ની અંદર ભવ્યથી અતિ ભવ્ય બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે જે વર્ષોથી લોકોને માંગણી હતી કે ધારાસભ્યના (MLA) અધ્યક્ષ સ્થાને પરિપૂર્ણ કરવામાં આવી છે માન્ય ભુપેન્દ્ર પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારનો હૃદય તે આભાર માનીએ છીએ 2022 ના ધારાસભ્યના ઇલેક્શનમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ( MLA Mahendrabhai Bhabhor) ચૂંટણી લડતા હતા ત્યારે વચન આપ્યું હતું કે અમે ત્રણ વર્ષના ટૂંકા ગાળાની અંદર બસ સ્ટેશનનું કામ શરૂ કરાવીશું જેની શુભ શરૂઆત આજે કરવામાં આવી છે.

ખાતમુહૂર્ત સમયે આ મહાનુંભાવો રહ્યા ઉપસ્થિત

આ બસ સ્ટેશનના રસ્તાના તેમજ ગરબાડા વિધાનસભા વિસ્તારના રસ્તાઓના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન જિલ્લા સભ્ય અર્જુનભાઈ ગારી તાલુકા પંચાયત પ્રમુખ મયુર ભાભોર સાહેબ સરપંચો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : રાહુલ ગારી ગરબાડા/દાહોદ 

આ પણ વાંચો: 12 December 2025 Rashifal: આ 3 રાશિઓ પર મહેરબાન થશે માતા લક્ષ્મી, મોટા નાણાકીય લાભની શક્યતા

Tags :
DahodGarbadaGujaratGujarat FirstMLA Mahendrabhai Bhabhornew roads
Next Article