Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dahod: લીમખેડામાં 3 મહિનામાં 75થી વધુ પશુઓના જીવ ગયા, રસીકરણ છતાં કેમ મોત?

દાહોદના લીમખેડામાં જેતપુર-દુ ગામે છેલ્લા 3 મહિનામાં 75થી વધુ દૂધાળા પશુઓના રહસ્યમય મોત થતા પશુપાલકો પાયમાલ થયા છે. આરોપ છે કે તંદુરસ્ત પશુઓ અચાનક મોતને ભેટી રહ્યા હોવા છતાં પશુ પાલન વિભાગ દ્વારા કોઈ સચોટ તપાસ કરવામાં આવી નથી. 40 લાખથી વધુના નુકસાન બાદ પશુપાલકો હવે ન્યાય અને વળતરની માંગ કરી રહ્યા છે.
dahod  લીમખેડામાં 3 મહિનામાં 75થી વધુ પશુઓના જીવ ગયા  રસીકરણ છતાં કેમ મોત
Advertisement
  • Dahod Animal Death: પશુઓના રહસ્યમય મોત
  • 3 મહિનાથી 75થી વધુ પશુઓના મોતથી હાહાકાર
  • 8 પરિવારોના પશુઓના મોતથી પશુપાલકો પર આભ તૂટી પડ્યું

Dahod Animal Death: દાહોદ જિલ્લાના લીમખેડા (Limkheda) તાલુકા હેઠળ આવતા જેતપુર-દુ (Jetpur-Du) ગામના આમલી ફળિયા (Amli Faliya) માં છેલ્લા 3 મહિનાથી પશુઓના રહસ્યમય મોતે ભારે હાહાકાર મચાવ્યો છે. સ્થાનિક ભરવાડ (Bharwad) સમાજના આશરે 8 જેટલા પરિવારોના દૂધાળા પશુઓ એકાએક મોતને ભેટી રહ્યા છે. અત્યાર સુધીમાં 75થી વધુ પશુઓના મોત થતા સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Dahod News, Limkheda, Animal Death Mystery_GujaratFirst 22

Advertisement

Dahod Animal Death: 'એકાએક ઢળી પડે છે ગાયો'

પશુપાલકોના જણાવ્યા અનુસાર, તંદુરસ્ત અને ગર્ભવતી ગાયો (Cows) કોઈપણ પ્રકારના બીમારીના લક્ષણો વગર અચાનક જમીન પર ઢળી પડે છે અને ગણતરીની સેકન્ડોમાં દમ તોડી દે છે. આ પ્રકારના અકલ્પનીય મોતે પશુ ચિકિત્સકો અને તંત્ર સામે પણ સવાલો ઉભા કર્યા છે. પશુપાલન પર નિર્ભર એવા 8 પરિવારોને અંદાજે 40 લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે તેમની આજીવિકા પર મોટું સંકટ આવી પડ્યું છે.

Advertisement

Dahod News, Limkheda, Animal Death Mystery_GujaratFirst 2

તંત્રની ઘોર બેદરકારી અને પશુપાલકોનો રોષ

આ ગંભીર પરિસ્થિતિ અંગે જેતપુર-દુ (Jetpur-Du) ગામના સરપંચ (Sarpanch) દ્વારા લીમખેડા પશુ આરોગ્ય કેન્દ્ર (Limkheda Veterinary Health Center) ને લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર તપાસ કરવામાં આવી નથી. અધિકારીઓએ માત્ર રસીકરણ (Vaccination) કરીને સંતોષ માની લીધો છે. નવાઈની વાત એ છે કે વેક્સિન આપ્યા બાદ પણ પશુઓના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે, જે તંત્રની કામગીરી સામે શંકા જન્માવે છે.

Dahod News, Limkheda, Animal Death Mystery_GujaratFirst 2

વળતર અને તટસ્થ તપાસની ઉગ્ર માંગ

પશુપાલકોનું કહેવું છે કે એક પરિવારના તો તમામ પશુઓ મોતને ભેટતા તેઓ પાયમાલ થઈ ગયા છે. પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાએથી નિષ્ણાતોની ટીમ બોલાવી પશુઓના મોતનું સાચું કારણ (Reason of Death) શોધવામાં આવે. સાથે જ, આર્થિક રીતે તૂટી ગયેલા પરિવારોને સરકાર દ્વારા તાત્કાલિક વળતર (Compensation) આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Bhavnagar માં બાગાયતી ખેતીનો વધતો ક્રેઝ, લીંબુના ભાવમાં આટલો ઉછાળો!

Tags :
Advertisement

.

×