Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ, સરકારી ડો.ના અભાવે ખાનગી તબીબ બોલાવ્યાનો આરોપ

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંજેલી અને સીંગવડ તાલુકા માટે કુટુંબ નિયોજનનાં ઓપરેશનનાં કેમ્પનું આયોજન સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી લાભાર્થીઓ પહોંચ્યા હતા અને પછી કલાકો બાદ સાંજે 4 વાગ્યે તબીબ આવ્યા અને માત્ર એક કલાકમાં 30 કુટુંબ નિયોજનનાં ઓપરેશન કરી દીધા હોવાથી આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા છે.
dahod   કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ  સરકારી ડો ના અભાવે ખાનગી તબીબ બોલાવ્યાનો આરોપ
Advertisement
  1. Dahod ના સંજેલીનું આરોગ્ય કેન્દ્ર આવ્યું વિવાદમાં
  2. એક કલાકમાં કુટુંબ નિયોજનનાં 30 ઓપરેશનનો આક્ષેપ
  3. મહિલાઓ માટે હતો કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ
  4. એક પલંગ પર બે મહિલાઓને સૂવડાવવાનો આરોપ
  5. સરકારી ડોક્ટરનાં અભાવે ખાનગી ડોક્ટર બોલાવ્યાનો આક્ષેપ

Dahod : દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંજેલી (Sanjeli) અને સીંગવડ (Singvad) તાલુકા માટે કુટુંબ નિયોજનનાં ઓપરેશનનાં કેમ્પનું (Family Planning Operations) આયોજન સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. આથી, વહેલી સવારે 9 વાગ્યાથી લાભાર્થીઓ આવી પહોંચ્યા હતા અને પછી કલાકોની રાહ જોયા બાદ સાંજે 4 વાગ્યે તબીબ આવ્યા હતા અને માત્ર એક કલાકમાં 30 કુટુંબ નિયોજનનાં ઓપરેશન કરી દીધા હોવાથી આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા છે.

Dahod, દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા નહોવાનો આરોપ

આરોગ્ય વિભાગ (Dahod District Health Department) દ્વારા દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા પણ નહોતી કરી હોવાના આરોપ થયા છે. વહેલી સવારથી ભૂખ્યા-તરસ્યા દર્દીઓ તેમના નાના બાળકો સાથે હેરાન-પરેશાન થતા જોવા મળ્યા હતા. નાના ભૂલકાઓને સાડીઓનો ઝૂલો બનાવી બાળકોને ઝુલાવવા મજબૂર બન્યા હોવાનું દર્દીઓના સગાઓએ જણાવ્યું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gondal : દબાણો સામે તંત્રની લાલ આંખ, રીબડા ગામે હોટેલનું ડિમોલિશન! 3 મહિના પહેલા આપી હતી નોટિસ

ખાનગી ડોક્ટરને બોલાવીને મહિલાઓના ઓપરેશન કર્યા!

સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, ઓપરેશન માટે પાત્રતા ધરાવતા તબીબો ઓછા છે. સરકારી તબીબ એક જ છે, તેના કારણે ખાનગી તબીબો પાસે કરાવવા પડતા હોય છે અને દર્દીઓને ઓપરેશન પહેલા ભૂખ્યા પેટ રહેવાનું હોય છે. તેમ જ અન્ય પરીક્ષણો કરવાના હોય છે, જેના કારણે લાભાર્થીઓને વહેલા બોલાવવામાં આવે છે. ઓપરેશન માટેનો કોઈ સમયગાળો નથી હોતો તબીબની કુશળતા અને ઝડપ તેમ જ દર્દી પર આધાર રહેતો હોય છે. તે સિવાય નાની-મોટી વ્યવસ્થાની ખામી બાબતે સૂચના આપી દીધી છે અને એ બાબતનું ભવિષ્યમાં ધ્યાન રાખવામાં આવશે.

સ્થાનિક આગેવાનોનો તંત્ર સામે રોષ

સ્થાનિક આગેવાનોએ તંત્ર અને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, આદિવાસી ગરીબ પરિવારો માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. કુટુંબ નિયોજનનાં કેમ્પમાં (Family Planning Camp) મહિલાઓ હેરાન-પરેશાન થઈ હતી. પાણીની પણ વ્યવસ્થા નહોતી. આરોગ્યની સુવિધાઓ પૂરી કરવાની આગેવાનોએ માગ ઉચ્ચારી છે.

અહેવાલ : સાબિર ભાભોર, દાહોદ

આ પણ વાંચો - Gogo Paper Ban: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×