Dakor : હોળી અને ફાગણી પૂનમને લઈ રાજા રણછોડરાયના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા
- મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે
- ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું
- સેવા આપનાર યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
હોળી અને ફાગણી પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોરના માર્ગો પર ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ સરળતાથી રાજાધિરાજના દર્શન કરી શકે તે માટેની તમામ તૈયારીઓ ટેમ્પલ કમિટી દ્વારા કરી દેવામાં આવી છે. ભવ્ય ઉત્સવને લઈ મંદિર સજ્જ બન્યું છે.રણછોડરાયજી મંદિર પરિસરને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવ્યું છે.
Holi 2025 : ડાકોરના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા | Gujarat First
-ફાગણ પૂનમના મેળાને લઈ યાત્રાધામ ડાકોરમાં અનેરો ઉત્સાહ.
-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોચ્યાં.
-રથ અને હાથમાં ધજા લઈને ભક્તો ડાકોર જઈ રહ્યા છે.#Dakor #FaganPoonam #DakorYatra #LordRanchhodrai… pic.twitter.com/xBuT52X8fE— Gujarat First (@GujaratFirst) March 13, 2025
મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આજે હોળી ઉત્સવને લઈને જય રણછોડના જયઘોષ સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિરને લાઈટીંગ રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં દર્શનાર્થે આવતાં પદયાત્રીઓ, શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેવું આયોજન ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરના પગથિયા ચઢતી વખતે ભીડને લઈને ભક્તો પડી ન જાય તે માટે પગથિયા ઉપર મજબૂત ઢાળ સાથેનો રેમ્પ બનાવીને કારપેટ પાથરવામાં આવી છે. મંદિરના પ્રસાદ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું
ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. મંદિરમાં પૂનમના મેળા દરમિયાન પરિક્રમા, તુલાપૂજા-ગાયપૂજા તથા બહારના રાજભોગ બંધ રાખવામાં આવ્યા છે. ફાગવી મેળાને લઈને યાત્રાધામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. ડાકોર જતા પદયાત્રીઓ માટે અનેક સંસ્થાઓ અને લોકો દ્વારા ઠેર-ઠેર કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જો પદયાત્રીઓ થાકે તો તેમને વિસામો મળી રહે અને ભુખ લાગે તો ભોજન મળી રહે એ માટે પણ કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સેવાભાવી લોકો સેવા આપી રહ્યા છે.
સેવા આપનાર યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
સેવા આપનાર યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈને પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય રણછોડ, જય ડાકોરના નાદથી સૌ કોઈ ડાકોર જવા નીક્ળી રહ્યાં છે. ત્યારે જશોદાનગર ચાર રસ્તાથી રિંગ રોડ સુધી સિટી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. જ્યારે રિંગ રોડથી ડાકોર તરફ રૂરલ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ પણ વાંચો: Rahul Dravid, IPL 2025: રાહુલ દ્રવિડનો જુસ્સો, કાખઘોડી પર ચાલી રાજસ્થાન ટીમને કોચિંગ આપી, જુઓ Viral Video