ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dang : દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, ડાંગ પંથકમાં વરસાદ

Dang માં વરસાદ : વઘઈમાં ગરબા ધોવાયા, ડી.જે. સેટ તૂટ્યો-મેદાનમાં ભરાયું પાણી
10:21 PM Sep 27, 2025 IST | Mujahid Tunvar
Dang માં વરસાદ : વઘઈમાં ગરબા ધોવાયા, ડી.જે. સેટ તૂટ્યો-મેદાનમાં ભરાયું પાણી

ડાંગ : ગુજરાત હવામાન વિભાગે ડાંગ ( Dang ), તાપી, નવસારી, અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જે સાચી પડી છે. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે ગાજવીજ-ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદે નવરાત્રિના ઉત્સવમાં ખલેલ પહોંચાડી છે. આ વરસાદે ગરબા સંચાલકો અને ખેલૈયાઓમાં ચિંતા ફેલાવી છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાત હવામાન વિભાગે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન ડાંગ, તાપી, નવસારી, સુરત, અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ, બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હતી.

આ પણ વાંચો- Bharuch : નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાં 3 કરોડનું કૌભાંડ, 17 ડિરેક્ટરો બરતરફ, કસ્ટોડિયનની નિમણૂક

Dang ના વઘઈમાં વાવાઝોડું અને વરસાદ

ડાંગના વઘઈમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો જેના કારણે નવરાત્રિના ગરબા આયોજનો પર ગંભીર અસર પડી હતી. ખાસ કરીને નકા ફળિયા ખાતેના ગરબા પટાંગણમાં ડી.જે. સેટ તૂટી પડ્યો અને મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું.

ગરબા સંચાલકો અને ખેલૈયાઓમાં ચિંતા

ભારે વરસાદને કારણે ગરબા મેદાનો પાણીથી ભરાઈ ગયા હતા. જેના લીધે સંચાલકો અને ખેલૈયાઓની મજા બગડી હતી. નવરાત્રિના ઉત્સવ દરમિયાન આવી કુદરતી આફતે આયોજનોને મુશ્કેલીમાં મૂક્યા છે, અને ઘણા ગરબા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી શકે છે.

ડાંગમાં વરસાદની શક્યતા

ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. 24 સપ્ટેમ્બરે આહવામાં 4.49 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વઘઈમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદે નદીઓને બે કાંઠે વહેતી કરી થઈ છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો- Amreli : રાજુલાના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને મળ્યું શંકાસ્પદ બોક્સ, SOG અને મરીન પોલીસે તપાસ શરૂ કરી

Tags :
#DangRain#VaghaiGarbaDangGujaratWeatherNavratri2025
Next Article