Mumbai airport પર ડેટા નેટવર્ક ડાઉન થતા અનેક ફલાઇટ લેટ, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
- Mumbai airport પર ડેટા નેટવર્ક ડાઉન
- ડેટા નેટવર્ક ડાઉન થતા અનેક ફલાઇટ પ્રભાવિત
- ફલાઇટ લેટ થતા મુસાફરોની એરર્પોટ પર ભારે ભીડ
Mumbai airport છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરર્પોટ પર ડેટા નેટવર્ક ઠપ થઇ જતા અનેક ફલાઇટ પ્રભાવિત થઇ હતી જેના લીધે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પર ખરાબ ડેટા નેટવર્કને કારણે ફ્લાઇટ્સ મોડી પડી હતી અને દિલ્હી એરપોર્ટ પર ભારે વરસાદને કારણે એર ટ્રાફિક પ્રભાવિત થયો હતો, જેના લીધે એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે, મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે .
Mumbai airport ડેટા નેટવર્ક ડાઉન
નોંધનીય છે કે ર મુંબઈ એરપોર્ટ પર ડેટા નેટવર્ક ખરાબ થઇ જવાના કારણે ફ્લાઇટ્સ મોડી પડી હતી, આ અંગે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટની ચેક-ઇન સિસ્ટમ ચલાવતા ડેટા નેટવર્કે શનિવારે સવારે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ નેટવર્ક એક થર્ડ-પાર્ટી કંપનીનું હતું અને તેમાં ટેકનિકલ ખામી આવવાના કારણે એરલાઇન્સની ફ્લાઇટ્સ મોડી પડી હતી. હાલ ટેકનિકલ ટીમે નેટવર્ક ટેકનિકલ ટીમે નેટવર્ક
પ્રોબ્લમ સોલ્વ કરી દીધા છતાં, એર ઇન્ડિયાએ કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. એર ઇન્ડિયાએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ તેમની ફ્લાઇટ્સની સ્થિતિ વિશે માહિતી મેળવતા રહે જેથી અસુવિધા ટાળી શકાય.
Mumbai airport માટે એર ઇન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ મુસાફરોને નેટવર્ક ડેટા ફેલ અંગે વિશે માહિતી આપી હતી, જેના કારણે ફ્લાઇટ્સમાં વિલંબ થઈ શકે છે. જોકે, એરલાઇન્સે કહ્યું કે ટેકનિકલ ખામીને ઠીક કરવામાં આવી છે, પરંતુ સામાન્ય થવામાં થોડો વિલંબ થઈ શકે છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. એડવાઇઝરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એરપોર્ટ પર જતા પહેલા ફ્લાઇટનો સમય ચેક કરો અને મુસાફરોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે તેમને સુરક્ષા અને તેમને સુરક્ષા અને ચેક-ઇન માટે વધારાનો સમય લેવો પડશે. આ માટે, એરપોર્ટ પર વહેલા પહોંચવું વધુ સારું રહેશે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી પહેલા Election Commission ની મોટી કાર્યવાહી, 334 રાજકીય પક્ષોની માન્યતા કરી રદ