Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dawood Ibrahim : ગુજરાતના આ શહેરની પોલીસ પાસે છે દાઉદના ફિંગરપ્રિન્ટ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ને ઝેર અપાયા બાદ તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાના અહેવાલોથી દેશભરમાં ઉત્તેજના છે જ્યારે પાકિસ્તાનમાં આ સમાચારથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. ભારતના મોસ્ટ વોન્ટેડ...
dawood ibrahim   ગુજરાતના આ શહેરની પોલીસ પાસે છે દાઉદના ફિંગરપ્રિન્ટ
Advertisement

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ને ઝેર અપાયા બાદ તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાના અહેવાલોથી દેશભરમાં ઉત્તેજના છે જ્યારે પાકિસ્તાનમાં આ સમાચારથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ના મોતના સમાચાર પણ અપવા રુપે આવી રહ્યા છે પણ પાકિસ્તાન સત્તાવાર રીતે આ મામલે હજું પણ ચુપ છે. દેશના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ની જ્યારે પણ વાત આવે ત્યારે તેનું ગુજરાત કનેક્શન અચૂક યાદ આવી જાય. આ અહેવાલમાં અમે આપને જણાવીશું દાઉદનું ગુજરાત કનેક્શન. ગુજરાતના આ પોલીસ સ્ટેશનમાં દાઉદના ફિંગરપ્રિન્ટ પણ છે.

દાઉદ ઇબ્રાહિમ ભારત અને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ

Advertisement

દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) ભારત અને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ છે. દેશના 1993ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આતંકવાદી પ્રવૃતિઓ અને ભારત વિરોધી ગતિવીધીઓના દોરી સંચારના કારણે દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ગણાય છે. બાબરી ધ્વંસ બાદ દાઉદ પાકિસ્તાન ભાગી ગયો હોવાના અહેવાલ હતા પણ દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ કોર્ટ કેસ હજૂ પણ ગુજરાતની કોર્ટમાં પેન્ડિંગ છે.

Advertisement

દાઉદને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો

આ વાત 1983ની છે. 11 જૂન, 1983ના રોજ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) તેના બોડીગાર્ડ સાથે વડોદરા બાયપાસ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે એવી પણ એક વાત છે કે આલમઝેબે તેનો પીછો કર્યો હતો અને વડોદરાના આલમગીર પાસે બંને વચ્ચે અથડામણ થતાં તેને ગોળી વાગી હતી. બીજી માહિતી એ પણ છે કે તેના બોડીગાર્ડની ભુલથી ફાયરિંગ થતાં ગોળી દાઉદના ગળાના ભાગે વાગી હતી અને ત્યારબાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. દાઉદને હોસ્પિટલના વોર્ડ નંબર બી-1ના બેડન નંબર 14 પર દાખલ કરાયો હતો.

દાઉદ સામે વડોદરાના રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા હતા

બીજી તરફ વડોદરા પોલીસે બાતમીના આધારે દાઉદને હથિયાર આપવા આવી રહેલા 4 શખ્સને રિવોલ્વર અને પિસ્તોલ તથા કારતૂસ સાથે ઝડપી લીધા હતા. આ મામલે સુત્રોએ કહ્યું કે વડોદરા પોલીસે દાઉદની પણ ધરપકડ કરી હતી. દાઉદ સામે વડોદરાના રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા હતા.

ગુજરાતની વડોદરા પોલીસ જ છે જેની પાસે દાઉદના ફિંગરપ્રિન્ટ

સુત્રો કહે છે કે દાઉદ સયાજી હોસ્પિટલમાં સારવાર વખતે ચકમો આપીને ભાગી ગયો હતો અને ત્યારબાદ આ કેસમાં તે વોન્ટેડ પણ છે. જો કે દાઉદ જ્યારે પકડાયો ત્યારે પોલીસે તેના ફિંગરપ્રિન્ટ પણ લીધા હતા. દેશભરમાં માત્ર ગુજરાતની વડોદરા પોલીસ જ છે જેની પાસે દાઉદના ફિંગરપ્રિન્ટ છે. જો કે દાઉદ જ્યારે વડોદરા પોલીસના હાથે પકડાયો ત્યારે ખુદ વડોદરા પોલીસને પણ જાણ ન હતી કે જેને તેમણે પકડ્યો છે તે એક દિવસ ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર બની જશે.

આ પણ વાંચો----દાઉદ ઈબ્રાહિમના આ માફિયાઓ સાથે હતા સંબંધો,જાણો કોણ હતા ગુરુ

Tags :
Advertisement

.

×