ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jio,Airtel,BSNLઅને Viની ડેડલાઈન પૂર્ણ, કરોડો મોબાઈલ યુઝર્સને મળશે મોટી રાહત

TRAI માં ટુંકસમયમાં નિયમે બદલાશે નવા નિયમો 11 ડિસેમ્બરથી લાગુ થશે ફેક મેસેજ પર અંકુશ આવશે OTP મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં TRAI Rule: જ્યારથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારથી સ્કેમ, સાયબર ફ્રોડ, સ્પામ કોલ અને સ્પામ...
11:20 AM Dec 10, 2024 IST | Hiren Dave
TRAI માં ટુંકસમયમાં નિયમે બદલાશે નવા નિયમો 11 ડિસેમ્બરથી લાગુ થશે ફેક મેસેજ પર અંકુશ આવશે OTP મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં TRAI Rule: જ્યારથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારથી સ્કેમ, સાયબર ફ્રોડ, સ્પામ કોલ અને સ્પામ...
TRAI new rule

TRAI Rule: જ્યારથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારથી સ્કેમ, સાયબર ફ્રોડ, સ્પામ કોલ અને સ્પામ મેસેજ પણ ઝડપથી વધ્યા છે. જો કે, હવે દેશભરના કરોડો મોબાઈલ યુઝર્સને સ્પામ મેસેજથી કાયમ માટે રાહત મળવા જઈ રહી છે. TRAI સમગ્ર દેશમાં કોમર્શિયલ મેસેજને ટ્રેક કરવા માટે Message Traceabilityનિયમ લાગુ કરવા જઈ રહ્યું છે. આ માટે TRAI દ્વારા Jio, Airtel, BSNL અને Viને આપવામાં આવેલ સમયગાળો પણ સમાપ્ત થઈ ગયો છે.

નવા નિયમો 11 ડિસેમ્બરથી લાગુ થશે

તમને જણાવી દઈએ કે TRAI એ તમામ ટેલિકોમ ઓપરેટર્સને Message Traceability લાગુ કરવા માટે 30 નવેમ્બર 2024 સુધીનો સમય આપ્યો હતો. આ નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થવાનો હતો, પરંતુ બાદમાં સર્વિસ પ્રોવાઈડરની માંગણી પર 10 દિવસનો વધારો આપવામાં આવ્યો હતો. ટ્રાઈ આ નિયમોને 11મી નવેમ્બર એટલે કે આવતીકાલથી લાગુ કરવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે 11 ડિસેમ્બરથી, તમને તે સંદેશા પ્રાપ્ત થશે નહીં જે ટેલિમાર્કેટિંગનો ભાગ નથી. ટ્રાઈ દ્વારા નવા નિયમોને લઈને સત્તાવાર પ્રેસ રિલીઝ પણ જારી કરવામાં આવી છે.

આ પણ  વાંચો -સ્માર્ટફોનની લતને રોકવા માટે આ દેશ લાવશે નવા નિયમો!

ફેક મેસેજ પર અંકુશ આવશે

મેસેજ ટ્રેસબિલિટીના અમલીકરણ પછી, કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત મેસેજ સરળતાથી ટ્રેક કરી શકાય છે. તેનાથી ટેલિકોમ ઓપરેટરોને સ્પામ મેસેજ અને ફેક મેસેજને રોકવામાં પણ મદદ મળશે. મેસેજ ટ્રેસિંગના અભાવનો ફાયદો ઉઠાવીને મોબાઈલ યુઝર્સને છેતરપિંડીનો શિકાર બનાવીને અલગ-અલગ રીતે છેતરાઈ રહ્યા છે, પરંતુ હવે આ પર પણ અંકુશ આવશે.

આ પણ  વાંચો -NASA એ બરફથી 100 ફૂટ નીચે 60 વર્ષ પહેલા દંટાયેલું શેહર શોધી પાડ્યું

OTP મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં

તમને જણાવી દઈએ કે જ્યારે TRAIને OT આધારિત મેસેજને ટ્રૅક કરવા માટે પહેલીવાર ટ્રેસેબિલિટી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે એવું માનવામાં આવતું હતું કે આનાથી OTP મેળવવામાં વિલંબ થઈ શકે છે. પરંતુ બાદમાં ટ્રાઈએ આ વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. આ વિશે માહિતી આપતા ટ્રાઈએ કહ્યું હતું કે, મોબાઈલ યુઝર્સની સુવિધા માટે OTP ટ્રેસેબિલિટી લાગુ કરવામાં આવી રહી છે. આ સાથે આ નવા નિયમથી પારદર્શિતા પણ આવશે. ટ્રાઈએ કહ્યું કે ટ્રેસિબિલિટી લાગુ થયા પછી પણ ઓટીપી સમયસર યુઝર્સને ડિલિવર કરવામાં આવશે.

Tags :
AirtelBsnlDecember 11 TRAI rulesfake callsfake calls rulesFake messageJioMessage Traceability RuleOTP delivery delaysOTP RulesOTP traceabilitySecure messaging rulesSpam Callsspam messageSpam protection in IndiaTelecom Regulatory Authority of IndiaTRAITRAI Message TraceabilityTRAI new ruleTRAI new rules deadlineVodafone Idea
Next Article