ઘોર કળીયુગ! ઋત્વીકની પૂર્વ પત્નીએ દિકરીની સામે જ બોયફ્રેન્ડને ચૂંબન ચોડ્યું
- સુઝૈન ખા 49મો જન્મદિવસની ઉજવણી કરી
- વીડિયોમાં સુઝેન તેના બોયફ્રેન્ડ વિડીયો થયો વાયરલ
- સુઝેનને બોયફ્રેન્ડ અર્સલાનને જાહેરમાં કિસ કરી
- બોયફ્રેન્ડને કિસ બાદ સુઝેનને ઘણી ટ્રોલ થઈ
Sussanne Khan birthday: હૃતિક રોશન અને સુઝેન ખાને વર્ષ 2000માં લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના માત્ર 14 વર્ષ પછી એટલે કે 2014માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જો કે, હવે હૃતિક અને સુઝેન ખૂબ સારા મિત્રો છે અને તેઓ તેમના પુત્રો હ્રીહાન અને હૃધાનને સહ-પેરેન્ટિંગ કરી રહ્યા છે. હવે દરમિયાન, સુઝૈન ખા(Sussanne Khan birthday)ને ગઈકાલે એટલે કે 26મી ઓક્ટોબરે તેનો 49મો જન્મદિવસ ઉજવ્યો હતો
સુઝેનને બોયફ્રેન્ડ અર્સલાનને જાહેરમાં કર્યું ચુંબન
આ પાર્ટીમાં હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે આવ્યો હતો, તો સુઝેનના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીએ પણ હાજરી આપી હતી. હવે આ બર્થ ડે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુઝેન તેના બોયફ્રેન્ડ અર્સલાનને જાહેરમાં કિસ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો -Mirzapur The Film : હવે કાલિન ભૈયા જોવા મળશે મોટા પડદા પર...
સુઝૈન ખાને બોયફ્રેન્ડ અરસલાનને જાહેરમાં કિસ કરી
સુઝૈન ખાનની બર્થડે પાર્ટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુઝૈન ખાન કેક કાપતા પહેલા BF અસ્લાન ગોનીને કિસ કરી રહી છે. પાર્ટીમાં સુઝેનના પૂર્વ પતિ રિતિક રોશનની સાથે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ જોવા મળી હતી. વીડિયોમાં બંને પુત્રો રિહાન અને રિદાન પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુઝૈન ખાન બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે, રિતિકની સામે તેના બોયફ્રેન્ડને કિસ કરવા બદલ સુઝેનને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -Amitabh Bachchan : 82 વર્ષની ઉંમરે પણ 'બંદા યે બિન્દાસ હૈ'
સુઝૈન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
સુઝૈન ખાનનો આ વીડિયો સામે આવ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાનના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, 'મારે આ બધું જોવાનું શું છે?' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 'ઇન્ડસ્ટ્રીમાં લોકોના ડાર્ક સંબંધો.' તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી કંગના રનૌતના કારણે રિતિક રોશન અને સુઝૈન ખાનના સંબંધોમાં તિરાડ આવી હતી અને રિતિકના એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે બંનેએ છૂટાછેડા લીધા હતા.