Tapi : વરજાખણ ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ચકચાર
- ડોલવણ તાલુકાના એક જ પરિવારના ત્રણ લોકોના મોત
- વરજાખણ ગામના ગામીત ફળિયાના બનાવીથી ભારે ચકચાર
- આરોપી જતીન પટેલે પત્ની અને પુત્રીની હત્યા બાદ કર્યો આપઘાત
- સમગ્ર બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વરજાખણ ગામના ગામીત ફળિયાના પટેલ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક મોત થતાં ચકચાર મચી હતી.જેમાં છૂટક વાયરીંગનું કામ કરતા 32 વર્ષીય જતીન પટેલ નામના ઈસમએ પહેલા તો રાત્રિ દરમ્યાન 24 વર્ષીય પત્ની સુલોચના પટેલ અને 7 વર્ષીય પુત્રી મિશ્વાકુમારી પટેલ ને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.બાદમાં પોતે પણ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.બનાવની જાણ બાજુના ઘરમાં રહેતા મૃતકના માતા ને થતા સરપંચને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેમાં અગમ્યકારણોસર સામૂહિક મોત થયા હોવાનું બહાર આવ્યું છે.જોકે પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણ નું કારણ બહાર આવ્યું છે.પરંતુ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
મૃતક વાયરીંગનું કામ કરતા હતાઃ હરીશચંદ્ર ગામીત
ગામના સરપંચ હરીશચંદ્ર ગામીતે જણાવ્યું હતું કે, આજે મારા ગામમાં જે ઘટના થઈ તેમાં સવારે મૃતકના મમ્મીનો મને ફોન આવ્યો હતો. જે બાદ હું તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યાં બાળકી, મૃતકની પત્નિ તેમજ મૃતકે ફાંસો ખાઈ લીધેલ હાલતમાં જોવા મળ્યા હતા. મૃતકનું નામ છે જતીનભાઈ પટેલ છે. તેમજ ત્યારે બાદ મે પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા આવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક એ વાયરીંગનું કામ કરતા હતા.
મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છેઃ ડીવાયએસપી
ડીવાયએસપી પ્રમોદ નરવડેએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વરજાખણ ગામે રહેતા જતીનભાઈ પટેલ ઉ.વર્ષ.32 નાઓએ તેમની પત્નિ તેમજ તેમની દીકરીને ગળે ટૂંપો આપી તેમનું મૃત્યુ નિપજાવેલ છે. અને ત્યાર બાદ જતીનભાઈએ પોતે ગળો ફાંસો ખાઈ પોતાના ઘરમાં જ આત્મ હત્યા કરી લીધી હતી. આ સમગ્ર બાબતે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ Rajkot:ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો