Hong Kong massive fire: ઈમારતોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 128 પર પહોંચ્યો, 200થી વધુ લાપતા
- Hong Kong માં ભીષણ આગમાં મૃત્યુઆંક 128 થયો
- બહુમાળી રહેણાંક ઈમારતમાં લાગી હતી આગ
- ફાયર વિભાગે બચાવ અને રેસ્ક્યૂ અભિયાન રોક્યું
- 200થી વધુ લોકો આગના કારણે હજુપણ લાપતા
- સિગારેટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
Hong Kong માં રેસક્યું કામ મુશ્કેલ
જે ઈમારતમાં આગ લાગી તે 'વાંગ ફુક કોર્ટ બિલ્ડીંગ' તરીકે ઓળખાય છે, જે કુલ 31 માળની છે. આ વિશાળ રહેણાંક સંકુલમાં કુલ 1,984 ફ્લેટ આવેલા છે અને આશરે 4,000 કરતા વધુ લોકો વસવાટ કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે બિલ્ડીંગનો એક મોટો હિસ્સો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે, જેને કારણે લાપતા લોકોની શોધખોળ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હોંગકોંગના વિવિધ વિસ્તારોમાં આશરે 7 જેટલી ઈમારતોમાં ભયાનક આગની ઘટનાઓ નોંધાઈ હતી, પરંતુ સૌથી વધુ નુકસાન વાંગ ફુક કોર્ટ બિલ્ડીંગમાં થયું છે.
આગ લાગવાનું પ્રાથમિક કારણ: સિગારેટ?
સૂત્રો અનુસાર આગ લાગવાના કારણ અંગે ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણો સૂચવે છે કે આ ભીષણ આગનું કારણ સિગારેટ હોઈ શકે છે. તપાસકર્તાઓનું માનવું છે કે, ઘટના સમયે ઈમારતમાં ચાલી રહેલા સમારકામ દરમિયાન કોઈ શ્રમિક દ્વારા બેદરકારીપૂર્વક સિગારેટ પીવામાં આવી હોય અને તેના ઠૂંઠાને કારણે આગની શરૂઆત થઈ હોય તેવી પ્રબળ શક્યતા છે.
રાહત કાર્ય
પ્રાપ્ત માહિતી અનુસાર Hong Kong ના ચીફ એક્ઝિક્યુટિવે આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારોને તાત્કાલિક રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. લાપતા થયેલા લોકોની શોધખોળ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે અને અન્ય ઈમારતોમાં થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રે શહેરની તમામ રહેણાંક ઈમારતોમાં ફાયર સેફ્ટીના નિયમોનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ટાળી શકાય. આ ઘટનાએ માત્ર હોંગકોંગ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોની સલામતી અંગે ચિંતા વધારી દીધી છે.
આ પણ વાંચોઃ Dahod: કિંગ કોબ્રા રસેલ વાઇપરને ગળતો જોવા મળ્યો