Wayanad Tragedy સર્જાઇ અરબ સાગરના કારણે..વાંચો ચોંકાવનારો અહેવાલ
- અરબી સમુદ્રમાં તાપમાન વધવાને કારણે ગાઢ વાદળો બન્યા
- ઓછા સમયમાં વધુ વરસાદ પડતાં તબાહી
- ઓફશોર લો પ્રેશર વિસ્તારને કારણે ભારે વરસાદ
- અરબી સમુદ્રના કિનારે ડીપ 'મેસોસ્કેલ' ક્લાઉડ સિસ્ટમ રચાઈ
Wayanad Tragedy : મંગળવારની વહેલી સવારે કેરળના વાયનાડ (Wayanad Tragedy )માં જે બન્યું તેની કોઈને અપેક્ષા નહોતી. ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 146 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. મનમાં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે રાતના અંધકારમાં અચાનક ભૂસ્ખલન કેમ થયું અને ચારેબાજુ તબાહી મચી ગઈ. નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્રમાં તાપમાન વધવાને કારણે ગાઢ વાદળો બની રહ્યા છે, જેના કારણે કેરળમાં ઓછા સમયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.
ઓફશોર લો પ્રેશર વિસ્તારને કારણે ભારે વરસાદ
વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ લેન્ડસ્લાઈડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને જોખમનો સામનો કરી રહેલી વસ્તી માટે સુરક્ષિત આવાસ એકમોના નિર્માણ પર ભાર મૂક્યો હતો. કોચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ખાતે એડવાન્સ્ડ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રડાર રિસર્ચના ડિરેક્ટર એસ. અભિલાષે કહ્યું કે સક્રિય ચોમાસું ઓફશોર લો પ્રેશર વિસ્તારને કારણે કાસરગોડ, કન્નુર, વાયનાડ, કાલિકટ અને મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે છેલ્લા બે અઠવાડિયાથી સમગ્ર કોંકણ પ્રદેશ પ્રભાવિત થઈ રહ્યો છે.
અરબી સમુદ્રના કિનારે ડીપ 'મેસોસ્કેલ' ક્લાઉડ સિસ્ટમ રચાઈ હતી
બે સપ્તાહના વરસાદ બાદ જમીન ક્ષીણ થઈ ગઈ છે. અભિલાષે જણાવ્યું હતું કે સોમવારે અરબી સમુદ્રના કિનારે ડીપ 'મેસોસ્કેલ' ક્લાઉડ સિસ્ટમ રચાઈ હતી અને તેના કારણે વાયનાડ, કાલિકટ, મલપ્પુરમ અને કન્નુરમાં ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે ભૂસ્ખલન થયું હતું. અભિલાષે કહ્યું કે, '2019માં કેરળમાં આવેલા પૂર દરમિયાન જોવા મળેલા વાદળોની જેમ જ આ વાદળો ખૂબ જ ગાઢ હતા.' તેમણે કહ્યું કે કેટલીકવાર આ સિસ્ટમો જમીનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, જેમ કે 2019 માં થયું હતું. અભિલાષે કહ્યું, 'અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં તાપમાન વધી રહ્યું છે, જેના કારણે કેરળ સહિત આ વિસ્તારની ઉપરનું વાતાવરણ થર્મોડાયનેમિકલી અસ્થિર બની ગયું છે.'
સતત વરસાદથી ટેંશન
વૈજ્ઞાનિકે કહ્યું, 'આ વાતાવરણીય અસ્થિરતા જે ગાઢ વાદળોના નિર્માણમાં મદદ કરે છે તે આબોહવા પરિવર્તન સાથે જોડાયેલી છે. અગાઉ, આવો વરસાદ સામાન્ય રીતે ઉત્તર કોંકણ પ્રદેશમાં થતો હતો, અભિલાષ અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2022માં 'NPJ ક્લાઈમેટ એન્ડ એટમોસ્ફેરિક સાયન્સ'માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું હતું કે ભારતના પશ્ચિમ કિનારા પર વરસાદ વધુ ટકાઉ બની રહ્યો છે . આ ત્યારે થાય છે જ્યારે ગરમ, ભેજવાળી હવા વાતાવરણમાં વધે છે. જેમ જેમ ઊંચાઈ વધે છે, દબાણ ઘટે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.
ભૂસ્ખલનનું મૂલ્યાંકન કરવું ખૂબ મુશ્કેલ છે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર, મલપ્પુરમ અને એર્નાકુલમ જિલ્લામાં કેટલાક સ્વચાલિત હવામાન મથકોએ 19 સેમીથી 35 સેમીની વચ્ચે વરસાદ નોંધ્યો હતો. અભિલાષે કહ્યું, 'આ વિસ્તારમાં IMDના મોટાભાગના સ્વચાલિત હવામાન કેન્દ્રોમાં 24 કલાકમાં 24 સેમીથી વધુ વરસાદ નોંધાયો છે. ખેડુતો દ્વારા સ્થાપિત કેટલાક રેઈન ગેઈંગ સ્ટેશનો પર 30 સેમીથી વધુ વરસાદ નોંધાયો હતો. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે હવામાન એજન્સીઓ અતિ ભારે વરસાદની આગાહી કરી શકે છે, પરંતુ ભૂસ્ખલન અંગે ચોક્કસ કંઈ કહી શકાય નહીં.
આ પણ વાંચો----Army : વાયનાડ ભૂસ્ખલનમાં 1 હજાર લોકોને બચાવાયા, 146ના મોત