Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Deesa : રેતી માફિયાની દાદાગીરી; યુવકનો ધારીયા વડે કાપ્યો હાથ, જાનથી મારવાની ધમકી

Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભડથ ગામમાં ગેરકાયદેસર રેતી ખોદકામ અને તેને ભરવાના કામને ટોકતા એક યુવક પર ધારીયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને જમણા હાથની હથેળી અને અંગુઠામાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
deesa   રેતી માફિયાની દાદાગીરી  યુવકનો ધારીયા વડે કાપ્યો હાથ  જાનથી મારવાની ધમકી
Advertisement
  • Deesa : બનાસકાંઠામાં રેતી માફિયાની દાદાગીરી : યુવકનો ધારીયા વડે કાપ્યો હાથ, જાનથી મારવાની ધમકી
  • ડીસામાં ગેરકાયદેસર રેતી ભરવા ટોકતા 19 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો : ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો
  • ખેતરમાં રેતી ભરાતી જોઈ પૂછ્યું તો ધારીયા વડે હુમલો : ભડથમાં યુવક ગંભીર ઘાયલ
  • રેતી માફિયાની હિંસા : ભડથ ગામે યુવાનને લાકડી-ધારીયાથી માર મારી ધમકી
  • ડીસા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો : માટી ખોદકામ કરતી વખતે ટોકવા પર જીવલેણ હુમલો

Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભડથ ગામમાં ગેરકાયદેસર રેતી ખોદકામ અને તેને ભરવાના કામને ટોકતા એક યુવક પર ધારીયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને જમણા હાથની હથેળી અને અંગુઠામાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Deesa : ગેરકાયદેસર માટી ભરવાની કામગીરી

મળતી વિગતો અનુસાર, ભડથ ગામના હતુભા સોમસિંહ વાઘેલા (ઉંમર 19) ગત તા. 30 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે તેમના પિતરાઈ ભાઈ સાથે મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. રાણપુર ઉગમણાવાસ પાસે નદી વિસ્તારમાં આવેલા તેમના ખેતરમાં મશીન અને ડમ્પર દ્વારા માટી ભરવાનું કામ ચાલતું જોઈ તેમણે પૂછ્યું કે "આ રેતી કોની પરવાનગીથી ભરો છો?" આ પ્રશ્ન પૂછતાં જ મશીન ચલાવતા વ્યક્તિએ ફોન કરીને ગામના જ ગણપતસિંહ જવાનસિંહ વાઘેલાને બોલાવ્યા હતા.

Advertisement

ઉશ્કેરાઈને કર્યો ધારિયા વડે હુમલો

ગણપતસિંહ તેમની ફોરવ્હીલ ગાડીમાં જગાજી મણાજી વાઘેલા અને પહાડસિંહ ધુંખસિંહ વાઘેલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તકરાર વધતાં ગણપતસિંહે ઉશ્કેરાઈને હતુભા પર ધારીયા વડે હુમલો કર્યો, જેના કારણે હતુભાએ હાથ આડો ધર્યો તો જમણા હાથની હથેળી અને અંગુઠાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અન્ય બે આરોપીઓએ લાકડીઓ વડે હતુભા અને તેમના ભાઈને માર માર્યો હતો. બૂમાબૂમ થતાં પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરોએ "હવે પછી લાગે આવશો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપીને સફેદ ગાડીમાં ફરાર થઈ ગયા હતા.

Advertisement

યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયો

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શરૂઆતમાં ડરને કારણે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી, પરંતુ પરિવારની હિંમત મળતા હતુભાએ ડીસા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ છે.

આ ઘટનાએ ગેરકાયદેસર રેતી ખનન અને માફિયા પ્રવૃત્તિના મુદ્દાને ફરી એક વખત ઉજાગર કર્યો છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને તેઓ પોલીસને આવા માફિયાઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. રેતી માફિયાના કારણે ખેડૂતોના ખેતરોમાં અતિક્રમણ અને હિંસાના બનાવો વધી રહ્યા છે, જેને લઈને તંત્રને ગંભીરતાથી પગલાં લેવાની જરૂર દેખાઈ રહી છે.

આ પણ વાંચો- ChhotaUdepur : ભારજ નદીના ડાયવર્ઝનમાં કૌભાંડની આશંકા, બે વર્ષમાં સાડા છ કરોડ વેડફાયા પરંતુ…

અહેવાલ - કમલેશ નાંભાણી, બનાસકાંઠા 
Tags :
Advertisement

.

×