Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Deesa-Tharad હાઈવે પર રફતારનો કહેર, પોલીસથી બચવા કારચાલકે બેફામ દોડાવી કાર

ડીસા-થરાદ હાઈવે પર પોલીસ અને એક કારચાલક વચ્ચે જાણે 'ચોર-પોલીસ' જેવો ખેલ ખેલાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળેલા યુવાને પોલીસને જોઈને જે રીતે એક્સિલરેટર પર પગ મૂક્યો, તેનાથી હાઈવે પર ભયાનક અકસ્માત થતા રહી ગયો.
deesa tharad હાઈવે પર રફતારનો કહેર  પોલીસથી બચવા કારચાલકે બેફામ દોડાવી કાર
Advertisement
  • Deesa-Tharad હાઈવે પર પોલીસથી બચવા કારચાલકના ફિલ્મી સ્ટન્ટ!
  • આગથળા પોલીસ ચેકિંગ દરમિયાન કારચાલકે હાઈવે ગજવ્યો
  • બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની કારનો વીડિયો વાયરલ
  • પોલીસથી બચવા બેફામ ડ્રાઈવીંગ કરી અનેક જીવ જોખમમાં મૂક્યા
  • થરાદના સોહિલ ઘાંચી વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશને નોંધાયો ગુનો
  • કાર્યવાહીના ડરથી ભાગતા શખ્સ સામે બનાસકાંઠા પોલીસની કડક તપાસ શરૂ

Deesa-Tharad: વાવ-થરાદના મુખ્ય માર્ગો પર ફરી એકવાર બેફામ ડ્રાઈવીંગ (Reckless Driving) ના દ્રશ્યો જોવા મળ્યા છે. ડીસા-થરાદ હાઈવે (Deesa-Tharad Highway) પર આગથળા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન એક કારચાલકે પોલીસ કાર્યવાહીથી બચવા માટે જે પ્રકારે વાહન હંકાર્યું તેનાથી હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Deesa-Tharad હાઈવે પર  બે ફામ રીતે કાર હંકારી

મળતી માહિતી મુજબ, આગથળા (Agthala) નજીક પોલીસની ટીમ રૂટિન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ હતી. આ કારની કાચ પર બ્લેક ફિલ્મ (Black Film on Car) લગાવાયેલી હતી અને તેના પર કોઈ નંબર પ્લેટ પણ નહોતી. પોલીસે કારચાલકને ઉભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ કાયદાનો ભય રાખ્યા વગર ચાલકે કારની ગતિ વધારી દીધી હતી.

Advertisement

Advertisement

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

પોલીસથી બચવા માટે કારચાલકે હાઈવે પર ખતરનાક રીતે ઓવરટેકિંગ કરીને ફિલ્મી ઢબે ગાડી ભગાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કારચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

આગથળા પોલીસની કાર્યવાહી

આ ઘટના બાદ હરકતમાં આવેલી આગથળા પોલીસે તપાસ તેજ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ કાર થરાદનો સોહિલ ઘાંચી (Sohil Ghanchi) નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપી સોહિલ ઘાંચી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સાએ હાઈવે પર સુરક્ષા અને બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો સામેના પોલીસ અભિયાન પર ફરી પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: Surat: દારૂના કેસમાં સજા પામેલા ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસ વિવાદમાં

Tags :
Advertisement

.

×