Defense Deal: પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ NATO જેવા કરાર પર હસ્તાક્ષર, એક પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે
- Defense Deal: પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ બુધવારે એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા
- આ કરાર વડાપ્રધાન શાહબાઝ શરીફની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન થયો
- એક સામે આક્રમણ બંને સામે આક્રમણ માનવામાં આવશે
Defense Deal: પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ બુધવારે એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે, વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર નામના આ કરારમાં એવી જોગવાઈ છે કે એક દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે. આ કરાર વડાપ્રધાન શાહબાઝ શરીફની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન થયો હતો. તેઓ રિયાધ પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને અલ-યામામા પેલેસ ખાતે કર્યું છે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું...
પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કરાર બંને દેશો વચ્ચેની લગભગ આઠ દાયકા જૂની ભાગીદારી પર આધારિત છે, જે ભાઈચારો, ઇસ્લામિક એકતા અને સહિયારા વ્યૂહાત્મક હિતો દ્વારા મજબૂત બને છે.
Defense Deal: એક સામે આક્રમણ બંને સામે આક્રમણ માનવામાં આવશે
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કરાર માત્ર દ્વિપક્ષીય સુરક્ષા સંબંધોને ગાઢ બનાવવાનો હેતુ નથી પરંતુ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિમાં ફાળો આપવાનો પણ હેતુ છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈપણ દેશ સામે આક્રમણ બંને સામે આક્રમણ માનવામાં આવશે. આ કરાર સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા, સંયુક્ત પ્રતિરોધક ક્ષમતાઓ વિકસાવવા અને કોઈપણ સંભવિત હુમલા સામે રક્ષણ આપવા પર ભાર મૂકે છે.
આ નેતાઓ શાહબાઝ શરીફ સાથે હતા
વડાપ્રધાન શાહબાઝ શરીફ રિયાધ પહોંચ્યા અને ડેપ્યુટી ગવર્નર મુહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન અબ્દુલઅઝીઝે તેમનું સ્વાગત કર્યું છે. તેમની સાથે વિદેશ પ્રધાન ઇશાક ડાર, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ, નાણાં પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબ, માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરુદ, પર્યાવરણ પ્રધાન મુસાદિક મલિક અને ખાસ સહાયક તારિક ફાતેમી હતા.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 18 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?