Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OPERATION SINDOOR રોકવા અંગે રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું, 'લક્ષ્ય પ્રાપ્ત કર્યા, પછી...'

OPERATION SINDOOR : ઓપરેશન સિંદૂર દરમિયાન, સશસ્ત્ર દળો તેમના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા - રાજનાથ સિંહ
operation sindoor રોકવા અંગે રાજનાથસિંહનું મોટું નિવેદન  કહ્યું   લક્ષ્ય પ્રાપ્ત કર્યા  પછી
Advertisement
  • પાકિસ્તાન વિરૂદ્ધની કાર્યવાહીનો ચિતાર રજુ કરતા દેશના રક્ષામંત્રી
  • પાકિસ્તાનને કેટલું નુકશાન પહોંચ્યું તેને કોઇ જવાબ કેમ નથી માંગતુ
  • ઓપરેશન સિંદૂર ડીજીએમઓ લેવલથી વાટાઘાટો બાદ અટકાવાયું

OPERATION SINDOOR : પહેલગામમાં આતંકવાદી હુમલા (PAHALGAM TERRORIST ATTACK) પછી ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) પર લોકસભા (LOKSABHA - 2025) માં મેગા ચર્ચા શરૂ થઇ છે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (DEFENCE MINISTER OF INDIA - RAJNATH SINGH) સ્પષ્ટપણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર એ સેનાની ત્રણેય સેવાઓનું એક અજોડ ઉદાહરણ છે, જેના હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર કોઈ દબાણ હેઠળ નહીં પરંતુ લક્ષ્ય પ્રાપ્ત થયા પછી બંધ કરવામાં આવ્યું હતું. તેમણે ફરી એકવાર ભાર મૂક્યો કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી.

માત્ર 22 મિનિટના ઓપરેશનમાં પ્રાપ્ત થયું

સંરક્ષણ મંત્રીએ કહ્યું, અમારું ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું છે અને દળોએ તેમનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. અમે કોઈ દબાણમાં આવીને તેને રોક્યું નથી, પરંતુ અમે દુશ્મનની દરેક યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય યુદ્ધ કરવાનો નહોતો, પરંતુ આતંકવાદીઓના માળખાનો નાશ કરવાનો હતો અને તે માત્ર 22 મિનિટના ઓપરેશનમાં પ્રાપ્ત થયું હતું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, એ કહેવું ખોટું છે કે, ઓપરેશન સિંદૂર કોઈપણ દબાણ હેઠળ બંધ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, સશસ્ત્ર દળો તેમના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા અને પાકિસ્તાનની વિનંતી અને ડીજીએમઓ સ્તરે વાતચીત પછી જ તેને રોકવામાં આવ્યું હતું.

Advertisement

ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલા, દરેક પાસાઓનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને વિકલ્પ એવી રીતે પસંદ કરવામાં આવ્યો હતો કે, આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નુકસાન થાય અને પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે 'ઓપરેશન સિંદૂર'માં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' માત્ર લશ્કરી કાર્યવાહી નહોતી પરંતુ આતંકવાદ સામેની અમારી નીતિનું નિર્ણાયક અભિવ્યક્તિ હતું.

Advertisement

વિપક્ષે પૂછ્યું નહીં કે ,દુશ્મનના કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા?

તેમણે કહ્યું, "પાકિસ્તાન અમારા કોઈપણ લક્ષ્યને નિશાન બનાવી શક્યું નથી અને કોઈપણ સંપત્તિને નુકસાન પહોંચાડી શક્યું નથી." વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે વિપક્ષે એ નથી પૂછ્યું કે, દુશ્મનના કેટલા વિમાન તોડી પાડવામાં આવ્યા? રાજનાથ સિંહે કહ્યું કે, વિપક્ષના લોકો પૂછી રહ્યા છે કે, આપણા કેટલા વિમાન પડી ગયા ? આ પ્રશ્ન જાહેર ભાવનાનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરતો નથી ? તેમણે ક્યારેય અમને પૂછ્યું નહીં કે, અમારા દળોએ કેટલા દુશ્મન વિમાનોને તોડી પાડ્યા? જો તેમને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તેમણે પૂછવું જોઈએ કે, શું ઓપરેશન સિંદૂર સફળ થયું હતું, તો જવાબ હા છે.

પરીક્ષામાં પેન અને પેન્સિલ તૂટવાની ચિંતા કરવાની જરૂર નથી

સિંહે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, પરીક્ષા દરમિયાન પેન અને પેન્સિલ તૂટવાની ચિંતા ન કરવી જોઈએ, પરંતુ પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સંરક્ષણ મંત્રીએ કહ્યું, "જ્યારે લક્ષ્યો મોટા હોય છે, ત્યારે નાના મુદ્દાઓ તરફ ધ્યાન ન વાળવું જોઈએ. આનાથી દેશની સુરક્ષા, સૈનિકોના સન્માન અને ઉત્સાહ પરથી ધ્યાન ભટકાઈ શકે છે." તેમણે કહ્યું કે, પરીક્ષાના પરિણામોમાં પરિણામ મહત્વનું છે. આપણે બાળકના માર્ક્સ વિશે ચિંતા કરવી જોઈએ, પરીક્ષા દરમિયાન તેની પેન્સિલ તૂટી ગઈ તેની નહીં. પરિણામ એ છે કે, આપણા દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન નિર્ધારિત લક્ષ્ય સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું છે.

આ પણ વાંચો ---- કોંગ્રેસના વક્તાઓની યાદીમાંથી SHASHI THAROOR નું પત્તુ કપાયું, સાંસદે 'મૌનવ્રત' નું રટણ કર્યું

Tags :
Advertisement

.

×