Delhi : 15 વર્ષના છોકરાએ મોમોસ વેચનારની કરી હત્યા, માતાના મોતનો બદલો લેવાનું કાવતરું...
Delhi : માં વધુ એક હત્યાનો બનાવ પ્રીત વિહાર વિસ્તારમાં છોકરાએ કરી હત્યા પોલીસે મળતી જાણકારી આધારે તપાસ હાથ ધરી પૂર્વ દિલ્હી (Delhi)ના પ્રીત વિહાર વિસ્તારમાં 35 વર્ષીય મોમોસ વેચનારની 15 વર્ષના છોકરાએ કથિત રીતે છરી મારીને હત્યા કરી...
Advertisement
- Delhi : માં વધુ એક હત્યાનો બનાવ
- પ્રીત વિહાર વિસ્તારમાં છોકરાએ કરી હત્યા
- પોલીસે મળતી જાણકારી આધારે તપાસ હાથ ધરી
પૂર્વ દિલ્હી (Delhi)ના પ્રીત વિહાર વિસ્તારમાં 35 વર્ષીય મોમોસ વેચનારની 15 વર્ષના છોકરાએ કથિત રીતે છરી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે કિશોરે તેની માતાના મૃત્યુ માટે મૃતકને જવાબદાર માની લીધો હતો અને બદલો લેવા માટે આ ગુનો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલો કિશોર તેની માતા સાથે મૃતક કપિલની દુકાન પર કામ કરતો હતો. લગભગ એક મહિના પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે તેની માતાનું કથિત રીતે મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે રાત્રે પ્રીત વિહાર મેટ્રો સ્ટેશન પાસે બની હતી.

