Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : પ્રદૂષણને કારણે 8 દેશોએ ટ્રેડ ફેરમાં આવવાની ના પાડી, આઉટડોર Ola-Uber પર પણ પ્રતિબંધ

દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, 8 દેશોએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)માં આવવાની ના પાડી દીધી છે. IITF ના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી 8 દેશોએ તેમના વેપારીઓ અને પ્રતિનિધિમંડળને દિલ્હી મોકલવાનો ઇનકાર કર્યો છે. 14 થી 27...
delhi   પ્રદૂષણને કારણે 8 દેશોએ ટ્રેડ ફેરમાં આવવાની ના પાડી  આઉટડોર ola uber પર પણ પ્રતિબંધ
Advertisement

દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, 8 દેશોએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)માં આવવાની ના પાડી દીધી છે. IITF ના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી 8 દેશોએ તેમના વેપારીઓ અને પ્રતિનિધિમંડળને દિલ્હી મોકલવાનો ઇનકાર કર્યો છે. 14 થી 27 નવેમ્બર દરમિયાન દિલ્હીના પ્રગતિ મેદાનમાં આ 42 માં વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

બહારના રાજ્યોની એપ આધારિત ટેક્સીઓ પર પ્રતિબંધ

અન્ય રાજ્યોમાંથી આવતી એપ આધારિત ટેક્સીઓ પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મતલબ કે હવે ઓલા અને ઉબેર જેવી કંપનીઓની બહારની ટેક્સીઓ દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, દિલ્હીની બહાર નોંધાયેલા ઓલા-ઉબેર અને અન્ય એપ આધારિત ટેક્સીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હીમાં ફક્ત દિલ્હી રજિસ્ટર્ડ એપ આધારિત ટેક્સીઓ જ ચલાવી શકશે.

Advertisement

નવેમ્બરમાં સ્થિતિ સુધરશે નહીં

ગુરુવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 440 નોંધાયો હતો. ઘણા નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના મતે દિલ્હીમાં નવેમ્બરના અંત સુધી AQI માં સુધારો જોવા નહીં મળે. પ્રદૂષણનું સ્તર પણ એટલું જ ખરાબ રહેશે.

Advertisement

કૃત્રિમ વરસાદની યોજના

એવી અટકળો છે કે દિલ્હી સરકાર 21-22 નવેમ્બરે કૃત્રિમ વરસાદ કરી શકે છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે IIT કાનપુરના વૈજ્ઞાનિકો સાથે બેઠક યોજી હતી. 40% વાદળો હોય ત્યારે જ કૃત્રિમ વરસાદ થઈ શકે છે. 21-22 નવેમ્બરે આવી હવામાનની સ્થિતિ સર્જાઈ રહી છે, તેથી કૃત્રિમ વરસાદ ત્યારે જ શક્ય બનશે.

આ પણ વાંચો : Nitish Kumar : બિહારમાં 75 ટકા અનામતનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ થયો, કોઈએ ન કર્યો વિરોધ

Tags :
Advertisement

.

×