Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો, વિસ્ફોટક કારના માલિકની કરાઇ ધરપકડ,પોલીસ કરી રહી છે સઘન પુછપરછ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 8નાં મોત અને 20 ઘાયલ થયા બાદ તપાસ તેજ થઈ છે. ગુરુગ્રામ પોલીસે વિસ્ફોટગ્રસ્ત i20 કારના મૂળ માલિક સલમાનની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે કાર દેવેન્દ્ર નામના વ્યક્તિને અને ત્યાંથી અંતે પુલવામાના તારિકને વેચાઈ હતી. પોલીસને સલમાનની સઘન પૂછપરછ ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને NIA તપાસ કરી રહી છે. મેટ્રો સ્ટેશનના ગેટ પણ બંધ કરાયા છે.
દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો  વિસ્ફોટક કારના માલિકની કરાઇ ધરપકડ પોલીસ કરી રહી છે સઘન પુછપરછ
Advertisement
  • દિલ્હી બ્લાસ્ટમાં કારના માલિકની કરાઇ અટકાયત
  • આ કાર અનેકવાર વેચાઇ હોવની માહિતી સામે આવી
  • આ કાર પુલવામાના તારીકને વેચવામાં આવી હતી

સોમવારે સાંજે 7 વાગ્યે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે પાર્ક કરેલી ઘણી કારમાં આગ લાગી હતી અને તેમને ભારે નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIAની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટ બાદ દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના બે દરવાજા—ગેટ નંબર 1 (ચાંદની ચોક તરફ) અને ગેટ નંબર 4 (લાલ કિલ્લા તરફ)—હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. કારના માલિકની અટકાયત કરીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ કારના માલિકે કાર વેચી દીધી હતી, આ કારના અનેક લોકો એ કાર ખરીદી હતી, લેટેસ્ટ માહિતી અનુસાર પુલવામાના તારિકને વેચી દેવામાં આવી હતી. આ કેસમાં હારલ કારના માલિકોની સતત પુછરપરછ ચાલી રહી છે.

Tags :
Advertisement

.

×