ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો, વિસ્ફોટક કારના માલિકની કરાઇ ધરપકડ,પોલીસ કરી રહી છે સઘન પુછપરછ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 8નાં મોત અને 20 ઘાયલ થયા બાદ તપાસ તેજ થઈ છે. ગુરુગ્રામ પોલીસે વિસ્ફોટગ્રસ્ત i20 કારના મૂળ માલિક સલમાનની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે કાર દેવેન્દ્ર નામના વ્યક્તિને અને ત્યાંથી અંતે પુલવામાના તારિકને વેચાઈ હતી. પોલીસને સલમાનની સઘન પૂછપરછ ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને NIA તપાસ કરી રહી છે. મેટ્રો સ્ટેશનના ગેટ પણ બંધ કરાયા છે.
12:11 AM Nov 11, 2025 IST | Mustak Malek
દિલ્હી બ્લાસ્ટ કેસમાં 8નાં મોત અને 20 ઘાયલ થયા બાદ તપાસ તેજ થઈ છે. ગુરુગ્રામ પોલીસે વિસ્ફોટગ્રસ્ત i20 કારના મૂળ માલિક સલમાનની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે કાર દેવેન્દ્ર નામના વ્યક્તિને અને ત્યાંથી અંતે પુલવામાના તારિકને વેચાઈ હતી. પોલીસને સલમાનની સઘન પૂછપરછ ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને NIA તપાસ કરી રહી છે. મેટ્રો સ્ટેશનના ગેટ પણ બંધ કરાયા છે.

સોમવારે સાંજે 7 વાગ્યે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે પાર્ક કરેલી ઘણી કારમાં આગ લાગી હતી અને તેમને ભારે નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIAની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટ બાદ દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના બે દરવાજા—ગેટ નંબર 1 (ચાંદની ચોક તરફ) અને ગેટ નંબર 4 (લાલ કિલ્લા તરફ)—હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. કારના માલિકની અટકાયત કરીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ કારના માલિકે કાર વેચી દીધી હતી, આ કારના અનેક લોકો એ કાર ખરીદી હતી, લેટેસ્ટ માહિતી અનુસાર પુલવામાના તારિકને વેચી દેવામાં આવી હતી. આ કેસમાં હારલ કારના માલિકોની સતત પુછરપરછ ચાલી રહી છે.

delhi blast car owner: કારના માલિકની કરાઇ ધરપકડ

નોંધનીય છે કે આ કેસમાં તપાસને એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે મળ્યો જ્યારે ગુરુગ્રામ પોલીસે વિસ્ફોટગ્રસ્ત કારના કથિત માલિક સલમાનની શિવાજી નગર વિસ્તારના રહેવાસી તરીકે અટકાયત કરી. દિલ્હી સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સલમાનની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન સલમાને ખુલાસો કર્યો કે તેણે આ i20 કાર દિલ્હીના ઓખલામાં રહેતા દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી દીધી હતી. ગુરુગ્રામ પોલીસે દિલ્હી પોલીસને કાર સંબંધિત તમામ માહિતી પૂરી પાડી છે. CIA સેક્ટર 40ના ઇન્ચાર્જ લલિત કુમારે આ પૂછપરછની પુષ્ટિ કરી હતી, જોકે પોલીસ તપાસમાં સલમાનની સંડોવણીની કોઈ શંકા મળી નથી, જેના કારણે હવે તપાસનો દોર દેવેન્દ્ર તરફ લંબાયો છે. આ કાર પુલવામાના તારીકને સલમાને વેચી હતી. અહીંયા પુલવામાના તારીકનો ફોટો મોજુદ છે.

હ્યુન્ડાઇ i20 કાર પુલવામાના તારીકે ખરીદી હતી, ફોટો તારીકનો છે. 

delhi blast car owner : તપાસ એજન્સીએ સઘન તપાસ હાથ ધરી

વિસ્ફોટ બાદ તુરંત જ ગૃહમંત્રી અમિત શાહે સત્તાવાર નિવેદન આપીને પરિસ્થિતિની વિગતો આપી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, "આજે સાંજે લગભગ 7 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને અનેક વાહનોને નુકસાન થયું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે." તેમણે ખાતરી આપી કે વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં NSG, NIA ટીમો અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ગૃહમંત્રીએ નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી સાથે સતત વાતચીતમાં છે અને તેઓ ટૂંક સમયમાં ઘટનાસ્થળની મુલાકાત લેશે અને તાત્કાલિક હોસ્પિટલ પણ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, "અમે બધી શક્યતાઓ પર વિચાર કરી રહ્યા છીએ અને બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરીશું."

આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ થતા 9 લોકોના મોત,14થી વધુ ઘાયલ

Tags :
Amit ShahCar Explosiondelhi blastDelhi High AlertDevendraNIA ProbeRed FortSalmanTariq PulwamaTerror Angle
Next Article