Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi : Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, 107 મુસાફરો હતા સવાર...

Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તેની તપાસ કરવામાં આવી મુસાફરોને બચાવીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા જ્યારે એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી ત્યારે એરલાઈન્સ, એરપોર્ટ સ્ટાફ અને મુસાફરોમાં...
delhi   air india ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી  107 મુસાફરો હતા સવાર
Advertisement
  1. Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ
  2. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તેની તપાસ કરવામાં આવી
  3. મુસાફરોને બચાવીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા

જ્યારે એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી ત્યારે એરલાઈન્સ, એરપોર્ટ સ્ટાફ અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્હીથી વિશાખાપટ્ટનમ જતી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો, પરંતુ ધમકી ખોટી નીકળી. આ ઘટના મંગળવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. ફ્લાઇટ હવામાં હતી ત્યારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ સ્ટાફને ધમકીભર્યો કોલ મળ્યો હતો. આથી ફ્લાઈટ વિશાખાપટ્ટનમમાં લેન્ડ થતાની સાથે જ તેને ઘેરી લેવામાં આવી હતી અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. મુસાફરોને બચાવીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરોના સામાનની પણ તલાશી લેવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ બાબતની જાણ વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડાયરેક્ટર એસ રાજા રેડ્ડીએ કરી હતી. તેણે પોતે પોલીસને ફરિયાદ આપી છે અને અજાણ્યા વ્યક્તિ સામે ધમકીનો કેસ નોંધ્યો છે.

Tags :
Advertisement

.

×