દિલ્હીના CM કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ થયું ઓછું
CM Arvind Kejriwal Health Issue : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) ની રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court) માં હાજરી બાદ તેમની તબિયત બગડવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, CBIએ કોર્ટમાંથી જ તેમની ધરપકડ (Arrest) કરી હતી અને આ પછી તેમનું સુગર લેવલ સામાન્ય કરતા ઓછું થઈ ગયું હતું, પછી તેમને ચા અને બિસ્કિટ માટે કોર્ટ રૂમની બહાર લાવવામાં આવ્યા હતા.
કોર્ટ રૂમમાં CM કેજરીવાલની તબિયત બગડી
CM કેજરીવાલની આજે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન જ તેમની તબિયત અચાનક બગડી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટ રૂમમાં CM કેજરીવાલની તબિયત બગડવા લાગી. ત્યારબાદ તેમને કોર્ટ રૂમમાંથી બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો કેજરીવાલનું સુગર લેવલ ફરી નીચે આવ્યું હતું. એક્સાઈઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગઈ કાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલની તિહાર જેલમાં પૂછપરછ કરી હતી. CBIએ આજે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં CBIએ કેજરીવાલની ધરપકડની માંગ કરી હતી. આ સાથે જ કોર્ટે CBIની માંગને પણ લીલી ઝંડી આપી દીધી છે.
#WATCH | Delhi CM Arvind Kejriwal was brought out of the courtroom for tea and biscuits after his sugar level dropped. He was taken to the Ahlmad room. pic.twitter.com/XOqHLiPVyw
— ANI (@ANI) June 26, 2024
કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
કેજરીવાલને ગઈકાલે કોર્ટ દ્વારા જારી કરાયેલા પ્રોડક્શન વોરંટના પાલનમાં આજે જજ અમિતાભ રાવતની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને AAP નેતા દિલીપ પાંડે કોર્ટ રૂમમાં હાજર હતા. કેજરીવાલના વકીલની દલીલોનો CBIના વિશેષ સરકારી વકીલ ડીપી સિંહે દલીલો કરી અને વિરોધ કર્યો.
કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કથિત એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટના જામીનના આદેશ પર દિલ્હી હાઇકોર્ટના વચગાળાના સ્ટેને પડકારતી સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કેજરીવાલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેન્ચને જણાવ્યું કે હાઈકોર્ટે 25 જૂને વિગતવાર આદેશ આપ્યો હોવાથી તેઓ નક્કર અપીલ દાખલ કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો - રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અપાવી સંવિધાનની યાદ, કહ્યું- કરીશું સહયોગ પણ…
આ પણ વાંચો - Lok Sabha Speaker : ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા